ભારતીય યુવકે પૌલેંડનાં યુવક સાથે વૈભવશાળી રીતે કર્યા લગ્ન, ફોટોઝ જોઈને ચોંકી જશો…
આજના સમયમાં હવે લોકો પોતાનું જીવન પોતાની રીતે જીવી રહ્યા છે! ત્યારે ખરેખર હાલમાં જ એક એવી ઘટના બની કે, એક દિલ્હીનાં યુવકે પૌલેંડનાં યુવક સાથે ભારતીય પહેરવેશ ધારણ કરીને લગ્ન કર્યા! ખરેખર આ પ્રસંગ ખૂબ જ અદભૂત છે. આપણે જાણીએ છીએ કે સમલૈંગિકતા આપણે ત્યાં કાનૂની રીતે માન્યતા છે પરંતુ સમાજ તેને વાસત્વિક્તા સાથે સ્વીકારી શકી નથી. ત્યારે ખરેખર આપણી માનસિકતા બદલવાની જરૂર છે.
દિલ્હીના રહેવાસી ગૌરવ અરોડા એ હાલમાં જ પૌલેંડ નાં પ્રેજમેક પોવલંકી સાથે લગ્ન જીવન નો શરૂઆત કરેલ છે.આ બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને હૃદય સ્પર્શી છે.આ બંનેની મુલાકાત એક ડેટિંગ એપ થી થઈ હતી અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ અને બસ પછી તો આ પ્રેમ ને જીવનનું એક નામ આપવા બંને લગ્ન કરવાનું નક્કી કર્યું અને સમાજની પરવહા કર્યા વગર જ હાલમાં આ બંને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરેલ છે. આ પહેલા પણ બે યુવકોએ સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા હતા ત્યારે ચર્ચાનો વિષય બન્યા હતા.
આ પ્રેમી યુગલની પહેલી મુલાકાત દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં થઈ હતી. થોડો સમય સાથે વિતાવ્યા પછી, પ્રિઝમેક પોલેન્ડના પોતાના દેશ પાછા ગયા. જોકે તેનો પ્રેમ ગૌરવને પણ દિલ્હીથી પોલેન્ડ લઈ આવ્યો હતો. આ પછી બંને ચાર વર્ષ સુધી પોલેન્ડમાં સાથે રહ્યા. પછી એક દિવસ ટ્રેનમાં પ્રિઝમેકે ગૌરવને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ગૌરવનો પ્રસ્તાવને ઠુકરાવી ન શક્યો અને તેણે લગ્ન માટે હા પાડી. પછી શું હતું, બંનેએ પોલેન્ડમાં પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા. બંનેના પરિવારના સભ્યો પણ તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે.
લગ્ન બાદથી આ પ્રેમી યુગલ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ કપલને લગ્નની ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ખાસ કરીને LGBT સમુદાયના લોકો આ લગ્નથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેઓ ટિપ્પણી કરી રહ્યા છે અને કહે છે કે હું ઈચ્છું છું કે આ રીતે ભારતમાં પણ બે સમાન જાતિના લોકોના લગ્ન કોઈપણ સમસ્યા વિના થવા લાગે. તસવીરો જોઈને સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ કપલ આ લગ્નથી કેટલું ખુશ છે.
જ્યાં એક તરફ કેટલાક લોકો આ લગ્નથી ખુશ છે અને કપલને અભિનંદન આપી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ભારતીય લોકો પણ આ લગ્ન સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવા લગ્નોથી સમાજમાં ખોટો સંદેશ જશે. બીજી તરફ, દંપતીની તરફેણમાં બોલનારાઓનું કહેવું છે કે પ્રેમને કોઈ બંધનમાં ન બાંધવું સારું.ખરેખર આ ઘટના ખૂબ જ હદય સ્પર્શી અને આશ્ચય જનક છે પણ પ્રેમને ક્યાં કોઈ બંધન નળે છે.