આણંદ મા વિફરેલી ગાયે મહીલા પર જોરદાર હુમલો કર્યો ! લોકો બચાવવા જતા જે થયુ….જુવો વિડીઓ
હાલના સમય મા રાજ્ય મા અનેક શહેરો મા રખડતા ઢોર નો ત્રાસ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ તેમની કાબુ મા લેવાનો પ્રયાસ કરવામા આવતો હોય છે. પરંતુ આવા પ્રાણીઓ ના કારણે કોઈ નિર્દોષ નો જીવ જતો હોય છે ત્યારે થોડા દિવસ અગાવ જ પાલનપુર મા એક નીવૃત શિક્ષક નો ગાંડી ગાયે ધિક મારી ને જીવ લીધો હતો ત્યારે ફરી વખત આણંદ મા આવી ઘટના બનતી બનતી રહી ગઈ હતી.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર આણંદ શહેર મા ગામડી વડ પાસે આવેલી જુની આઈસ ફેક્ટરી પાસે આ ઘટના ઘટી હતી જેમા એક વૃધ્ધ મહીલા ની પાછળ ગાય પડી હતી અને અને મહિલા ને ગાયે ધીક મારી ને નીચે પાડી દીધા બાદ જોરદાર અટેક કર્યો હતો. નજરે જોનાર લોકો આ મહીલા ને બચાવવા માટે દોડી ગયા હતા અને મહિલા ને મહા મુસીબતે ગાય પાસે થી છોડાવી હતી આ ઘટના નો વિડીઓ હાલ સોસીયલ મિડીઆ પર વાયરલ થય રહ્યો છે.
ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે પેટલાદ રહેતા હરખાબેન રવિવારે સવારે તેમની બે પુત્રવધૂઓ સાથે પોતાના સંબંધીને ઘરે જન્મેલા નવજાત શિશુને રમાડવા અને સંબંધીઓને હરખનો વ્યવહાર કરવા આવ્યા હતા.જ્યાં તેઓ આણંદ કલ્પના ટોકીઝ પાસે આવતા હતા ત્યારે આ ગાયે હરખાબેન ઉપર ગાયે અટેક કર્યો હતો અને ત્યારે પુત્રવધુ ઓ ડઘાઈ જતા લોકો ને બચાવવા નુ કહેતા સ્થાનીક લોકો એ મહીલા ને બચાવી હતી.
આ ઘટના બાદ સ્થાનીક લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર આ આગાવ પણ અનેક વખત આવી ઘટના બની છે છતા તંત્ર દ્વારા પગલા લેવામા નથી આવતા ત્યારે આ ઘટના ની જાણ આણંદ નગરપાલિકા પ્રમુખ થતા તેવો ઈજાગ્રસ્ત મહિલાની મુલાકાતે ઘરે પહોંચી અને તેઓને સાંત્વના આપવાની કોશિશ કરી હતી.