“લીવ ઈન” મા રહેતી પ્રેમીકાએ પ્રેમી ફીરોજનુ ગળુ કાપી હત્યા કરી નાખી ! લાશને બેગ મા પેક કરી ઠેકાણે પાડવા જતા પહેલા જ પોલીસે…
હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ બને છે જે ઘણી ચોંકાવનારી હોય છે ત્યારે ખાસ કરી ને પ્રેમ સબંધ નો કરુણ અંજામ આવતો હોય છે ત્યારે હાલ જ એક એવી ઘટના સામે આવી છે જેમા ચાર વર્ષ લીવ ઈન રીલેશનશિપ રહેતા પ્રેમી ઓ વચ્ચે જગડો થતા પ્રેમીકા એ પ્રેમી ને ગળે અસ્તરો ફેરવી ને હત્યા કરી નાખી હતી.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ના ગાઝીયાબાદ મા આ ઘટના સામે આવી હતી જેમા પ્રિતી નામની મહીલા અને ફીરોજ નામ નો યુવક મૈત્રી કરાર કરી ને ગાઝીયાબાદ ના ટીલા મોડ વિસ્તાર મા રહેતા હતા જયારે આ અગાઉ પ્રિતીના લગ્ન દીવક યાદવ નામના વ્યક્તિ સાથે થયા હતા પરંતુ બન્ને વચ્ચે જગડા ના કારણે તેણે ઘર છોડી દીધું હતુ અને ફીરોજ સાથે લીવ ઈન રીલેશનશિપ મા રહેવા લાગી હતી.
જયારે પ્રિતી અને ફીરોજ વચ્ચે અનેક વખત જગડા થતા હતા અને પ્રીતિ ફીરોજ સાથે લગ્ન કરી રહેવા માંગતી હતી જ્યારે ગત શનિવારે બપોરે પણ બંને વચ્ચે જગડો થયો હતો. આ પછી પ્રીતિએ રેઝર વડે ફિરોઝની ગરદન કાપી નાખી. જેમા ફીરોજ નુ મોત થયુ હતુ. પ્રિતી એ ફીરોજ ની હત્યા બાદ લાશને ફ્લેટમાં 24 કલાક સુધી ફલેટ મા જ છુપાવી રાખી હતી. પછી મૃતદેહનો નિકાલ કરવા માટે તેણે એક સુટકેસ મા લાશ ને પેક કરી દીધી હતી.
જ્યારે પ્રિતી એ ફીરોજની લાશ ને બહાર ફેકવા જવા માટે બેગ મા પેક કરી ને નીચે રોડ પર રીક્ષાની રાહ જોઈ રહી હતી ત્યારે પોલિસ પેટ્રોલિંગ મા હતી જ્યારે પ્રીતિ પોલિસ ને જોઈ ઘબરાઈ ગઈ હતી અને જ્યારે પોલીસ ને પણ શંકા જતા પ્રીતી ની તપાસ કરી હતી અને બેગ ખોલાવી ને જોતા જ પોલીસ ના પણ હોશ ઉડી ગયા હતા.
પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે પ્રતિ એ ફીરોજ ની હત્યા કર્યા બાદ માર્કેટ જઈને મોટુ બેગ ખરીદયુ હતુ અને આ બેગ કોઈ રેલ્વેના પાટા પર રાખવા માગતી હતી જેથી તે હત્યા ના ગુના માથી છટકી શકે પરંતુ પોતાના ના પ્લાન મા સફળતા મળે એ પહેલા જ પોલીસ પકડ મા આવી ગઇ હતી જ્યારે ફીરોજ સુલુન ચલાવતો હોવાથી ઘરે પણ તેનો સામાન રાખતો હતો જ્યારે શનિવારે બન્ને વચ્ચે જગડો થતા ફીરોજે કીધુ હતુ કે “તુ તારા પતિ ની નો થઈ તો હારી શુ થાવાની” ત્યારે પ્રીતી ને ગુસ્સો આવતા અસ્તરા વડે ફીરોજ ની ગળુ કાપી હત્યા કરી નાખી હતી.
