કચ્છની કોયલ ગીતાબેન રબારીએ અમેરિકા મા મચાવી દીધી ધુમ ! ભુરીઆ પણ જુમી ઉઠ્યા..જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે, હાલમાં જ નવરાત્રી પૂર્ણ થઈ છે, ત્યારે અનેક કલાકારોએ વિદેશમાં ધૂમ મચાવી હતી. ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, ગીતાબેન રબારીએ ન્યૂ જર્સી, શિકાગોમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ તમામ યાદગાર ક્ષણો ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે
હાલમાં જ ગીતાબેન રબારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેનના સ્વરે લોકો કઈ રીતે ગરબે ઝૂમી રહ્યા હતા. ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે,નવરાત્રીનાં તહેવારોમાં ગીતાબેન રબારીએ લોકોને પોતાના સુરીલા કંઠે મંત્રમુગ્ધ કર્યા હતા.
આમ પણ સોશીયલ મીડિયામાં ગીતાબેન રબારીના અનેક વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ આ વીડિયો ખૂબ જ ખાસ છે, આમ પણ કહેવાય છે ને કે, ગીતાબેન રબારીની માત્ર નવરાત્રીમાં જ નહીં પરંતુ અનેક કાર્યક્રમમોમાં હાજરી આપે છે. ખરેખર આ ગર્વની વાત કહેવાય કે ગુજરાતની ધરાનું નામ વિદેશોમાં રોશન કર્યું છે, કારણ કે વિદેશી યુવક યુવતીઓ ગરબે રમી રહ્યા હતા
View this post on Instagram
ગીતાબેન રબારીનાં ચાહકો પણ ગીતાબેનને સાંભળવા માટે આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, વિદેશોમાં અનેક કાર્યક્રમ યોજાયા જેમાં અસંખ્ય લોકો હાજરી આપી હતી તેમજ સૌ કોઈ ગરબા ઝૂમીને મંત્રમુગ્ધ બની ગયા હતા. આ નવરાત્રીમાં ગીતાબેનએ ગુજરાતમાં ધૂમ મચાવી હતી અને વિદેશોમાં પણ સૌ કોઈને ગરબાના તાલે ઝુમાવ્યા હતા.