Gujarat

પોતાના જીવન ના ખાસ દિવસે ગીતા બેન રબારી એ ખરીદી લાખો રુપીયા ની નવી કાર ! જુવો ખાસ વિડીઓ

ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીએ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની 7મી વર્ષગાંઠની એક બીજાને શુભેચ્છા પાઠવી છે, જેમાં ખાસ કરીને ગીતાબેન એ પૃથ્વી સાથેની યાદગાર તસ્વીરો શેર કરી છે, તેમજ આ ફોટોઝ સાથે ગીતાબેન એ પોતાના પતિ માટે એક ખાસ સંદેશ લખ્યો છે.આ સંદેશ વાંચીને સૌ કોઈ ગીતાબેન અને પૃથ્વીને અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.

સોશિયલ મીડિયામાં ગીતાબેન પોતાના પતિને શુભેચ્છા પાઠવતી વખતે ઇન્સ્ટાગ્રામમાં મુકેલ પોસ્ટમાં કૅપશનમાં લખ્યું કે,Thanks for making my life better and happier than ever before, and I love you beyond words. Happy 7th Marraige Anniversary, my dear husband. Pruthvi Rabari આ પ્રેમાળ ભર્યા શબ્દો ગીતાબેનના ચાહકોનાં હદયમાં સ્પર્શ થઈ ગયા હશે.સાથે ખુશીની વાત એ છે કે, ગીતાબેન રબારીએ પોતાની લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે એક આલીશાન કાર લીધી અને આ કારનો અત્યંત મનમોહક વિડીયો પણ ગીતાબેન રબારી એ શેર કર્યો છે.

આ વિડીયોની સાથે ગીતાબેન રબારીએ કેપ્શનમાં લખ્યું છે કે, One more new member in the family ! લગ્નની 7મી વર્ષગાંઠને યાદગાર બનાવવા ખુબ જ આલીશાન અને કિંમતી toyota innova crysta ખરીદી છે અને શોરૂમમાં પડેલ આ આલીશાન સાથેનો ખુબ જ સુંદર વિડીયો ગીતાબેન રબારી એ શેર કર્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે , કંઈ રીતે ગીતાબેન કાર પર રાખેલ લાલ પડદાને ઉઠાવે છે, અને ત્યારબાદ તે કારને નિહાળે છે.

આ કાર અંદર થી પણ ખુબ જ સુંદર અને સુવિધાયુક્ત છે અને આ કારની કિમત 16 લાખ થી 25 લાખ રૂપિયા સુંધની છે. હાલમાં જ વર્ષ 2022ની શરૂઆતથી જ ગુજરાતી કલાકારો માટે ખુબ જ સારુ રહ્યું છે કારણ કે, ઘણા કલાકારોએ આલીશાન કાર ખરીદી છે, જેમાં હવે ગીતાબેન રબારીનું પણ નામ હવે ઉમેરાય ગયું છે. ગીતા બેન ખરીદેલ આ કારનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈ તેમના ચાહકો પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

સૌ કોઈ ગીતાબેનએ લગ્નની વર્ષગાંઠ અને કાર ખરીદવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. ખરેખર ગીતાબેન રબારીએ અથાગ પરિશ્રમ અને પોતાની સંગીતની કળા દ્વારા તેમને જીવનમાં સફળતા મેળવી છે. સંગીતની કારકિર્દી પછી તેમને પોતાનું આલીશાન અને વૈભવશાલી ઘર પણ ખરીધું તેમજ કિંમતી આલીશાન કાર અને આજે ખુબ જ લક્ઝ્યુરિસ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે, જેનું કારણ છે માત્રને માત્ર તેમની મહેનત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!