Gujarat

લોક ગાયિકા ગીતાબેન રબારીએ રક્ષાબંધન પર્વ ની અનોખી રીતે ઉજવણી કરી ! સેના ના જવાનો ને રાખડી બાંધી અને…

આજે ભાઈ અને બહેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર એટલે રક્ષાબંધન…. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે જ્યારે ભાઈ પણ બહેનને રક્ષા માટેનું વચન આપે છે ત્યારે આપણા દેશમાં અનેક એવા ભાઈઓ છે જે પોતાની બહેનથી દૂર રહીને બોર્ડર પર આપણી રક્ષા કરી રહ્યા છે. અને આવા ભાઈઓને કારણે જ આજે આપણે દરેક તહેવાર શાંતિથી ઉજવી શકીએ છીએ..

ત્યારે આજે ખાસ તહેવારમાં આપણે તેને ભૂલી ના જઈએ એ પણ આપણી ફરજ છે ત્યારે હાલ જ ગુજરાતી લોકગાયીકા ગીતાબેન રબારીએ આ વાતને સાર્થક કરી બતાવી છે ગીતાબેન રબારી એ રક્ષાબંધનના પર્વની એક ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી જેમાં બોર્ડર પર રક્ષા કરતા આપણા ભારત દેશના જવાનો ને હાથમાં રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી હતી.

ગુજરાતી લોક ગાયક ગીતાબેન રબારી કચ્છના અંજાર તાલુકાના તત્પર ગામ ના વતની છે. અને કચ્છ મા અનેક BSF જવાનો આપણી રક્ષા માટે તૈનાત છે જેને ગીતા બેન રબારીએ રાખડી બાંધી આ ખાહ પર્વ ની ઉજવણી કરી હતી. આ પ્રથમ વખત નથી જ્યારે ગીતા બેન રબારી એ આ રીતે જવાનો ને રાખડી બાંધી હોય આ અગાવ પણ અનેક વખત ગીતાબેન રબારી એ જવાનો ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!