અનોખી ઘટના! યુવતિ થઈને જન્મેલ વ્યક્તિ યુવક થઈ આખી ઘટના જાણીને ચોકી જાસો વિજ્ઞાન…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપનો દેશ આઝાદ છે અહીં દરેક લોકોને આઝાદી સાથે રહેવાની અને સ્વતંત્ર જીવન જીવવાની છુટ છે લોકો ભય મુક્ત રીતે પોતાના વિચારો પોતાની ઇચ્છા પોતાની જીવન શૈલી પસંદ કરી શકે છે. આ માટે તેમણે કોઇની પરવાનગી લેવાની જરૂર નથી. આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ બાળક યુવક કે યુવતિ ના સ્વરૂપ માં જન્મ લે છે.
પરંતુ ઘણી વખત ઉમરના વધતાં પડાવ સાથે તેમના માં અમુક પરિવર્તન આવે છે કે જે તેમની જાતિ કરતા અલગ હોઈ છે અને તેઓ અન્ય જાતિ ની જેમ જીવવા માંગે છે. પરંતુ ઘણા લોકો સમાજ ના ડર ના કારણે પોતાના વિચારો રજૂ કરી શક્તા નથી. અને પોતે જે જાતિ માં જન્મયા હોઈ તેજ જાતિમા ઇચ્છા વિરુધ્ધ આખું જીવન વ્યતીત કરે છે. પરંતુ હાલમાં સમાજ બદલાઈ ગયો છે.
વિજ્ઞાને પણ કરેલી પ્રગતિ ને કારણે સમાજ માં લિંગ પરિવર્તન નો વિચાર સાચો બન્યો છે જેને લઈને આપણે ઘણા કિસ્સાઓ જોઈએ છિએ. આપણે અહીં એવાજ એક કિસ્સા વિશે વાત કરવાની છે. આ વાત્ અલ્કા સોની ની છે. જાણાવિ દઈએ કે પુત્રીના જન્મ બાદ આ નામ તેમને તેમના માતા પિતા તરફથી મળ્યું હતું.
પરંતુ જયારે અલ્કા 20 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે તેઓ ને છોકરીઓના કપડાંમાં છોકરી જેવી જીવનશૈલીથી કમ્ફર્ટેબલ નથી. અને તેઓ પોતાના અલગ અસ્તિત્વ માટે લડી રહ્યા હોઈ તેવું લાગ્યું આ બાબત તેમણે પોતાના માતા પિતાને પણ જણાવી આ જેને લઈને તેમને પણ અલ્કા ને સમર્થન આપ્યું પરંતુ એ સમયે સમાજ માં જેન્ડર અવેરનેસ ન હતી એટલે ઉપરાંત માતા પિતાના જણાવ્યા અનુસાર તેમણે ફરી એકવાર સ્ત્રીત્વ સાથે જીવન જીવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ તેમને આ બાબત ને લઈને સંતોષ થ્યો નહીં તેઓ હેરાન થવા લાગ્યા કારણ કે તેમનો પહેરવેશ અને બેસવું તમામ વસ્તુ પુરુષો જેવું હતું, પરંતુ સમાજમાં સંબોધન સ્ત્રી વાળુ જ મળ્યું. આ બાબત થી હેરાન થઈને આખરે તેમણે 46 વર્ષની ઉંમરે જેન્ડર ટ્રાન્સપ્લાન્ટ નું નક્કી કર્યું તેમણે કહ્યું કે સંસારમાં મારુ આવવું એ મારા હાથમાં નથી પરંતુ દુનિયામાંથી કેવી રીતે જઈશ તે હું નક્કી કરીશ.
જે બાદ તેમણે પોતાના જન્મ દિવસ એટલે કે 14 માર્ચ ના રોજ પોતાના નવા રૂપ ના જન્મ માટે સર્જરી નક્કી કરી અને મુંબઈની એક હોસ્પિટલમાં જેન્ડર ચેન્જની સર્જરી કરાવી જે બાદ અલ્કા માંથી તેઓ અસ્તિત્વ બની ગયા. જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો જાણવી દઈએ કે અસ્તિત્વના પરિવારમાં માતા પિતા અને બે બહેનો છે. જે બંને પરિણીત છે. તેમના પિતાને જ્વેલરીનો ધંધો હતો. જણાવી દઈએ કે અસ્તિત્વ એ એન્જિનિયરિંગમાં પ્રોડક્શનમાં ડિપ્લોમા કર્યું છે. હાલમાં અસ્તિત્વ સર્જરી બાદ મુંબઈની હોસ્પિટલમાં છે. અને તેમને 23 માર્ચે ડિસ્ચાર્જ કરવામાં આવશે.
પોતાની સર્જરી ને લઈને અસ્તિત્વ એ જણાવ્યું કે જેન્ડર અફર્મેશનને લઈને અત્યારે પણ સમાજમાં લોકો ખુલીને વાત નથી કરતા. ઘણી બધી ગેરસમજો છે. કેટલાક લોકો આને માનસિક વિકૃતિ કે પ્રકૃતિ જોડે છેડછાડ કહે છે. હકીકત એ છે કે જે આ સમસ્યામાંથી પસાર થાય છે તેઓ જ સમજી શકે છે કે પોતાના અસ્તિત્વની લડાઈ કેટલી મહત્વની હોય છે. મેં મારું અસ્તિત્વ મેળવી લીધું છે તેથી જ મારું નામ મેં અસ્તિત્વ રાખ્યું છે, જે ભારત સરકાર તરફથી મારા આધાર કાર્ડ અને બાકીના દસ્તાવેજોમાં પણ બદલી દેવામાં આવ્યું છે.