નામચીન ગેંગસ્ટરની કોર્ટ બહાર જ ધડાધડ ગોળીઓ મારી હત્યા કરવા મા આવી ! સમગ્ર ઘટના વિડિઓ મા કેદ….
હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, નામચીન ગેંગસ્ટરની કોર્ટ બહાર જ ધડાધડ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ. ચાલો અમે આપને સંપૂર્ણ વિગત જણાવીએ કે, આખરે આ ઘટનામાં થયું શું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનના નાગૌર કોર્ટ સંકુલમાં સોમવારે શૂટરોએ ગેંગસ્ટર સંદીપ બિશ્નોઈને કોર્ટ પરિસરની બહાર પોલીસની સામે ગોળી મારી હતી. તે ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ત્રણ વર્ષ પહેલાં 29 નવેમ્બર, 2019ના રોજ નાગૌર હત્યાકેસમાં સંદીપ બિશ્નોઈનું નામ પ્રથમ વખત સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે એક મહિલાએ તેના પતિની હત્યાનો બદલો લેવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા માટે મહિલાએ સંદીપ બિશ્નોઈને 30 લાખની સોપારી આપી હતી. આ કેસમાં ગેંગસ્ટર સંદીપ નાગૌર જેલમાં બંધ હતો.
કેસના કારણે નાગૌર પોલીસ બપોરે ગેંગસ્ટર સંદીપને લઈને કોર્ટ આવી હતી. આ દરમિયાન કારમાં આવેલા શૂટરોએ ગેંગસ્ટર સંદીપને ગોળી મારી દીધી હતી. ગોળીબાર કરનારાઓ હરિયાણાના હતા અને તમામ શૂટર્સ બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા.ગોળીબાર બાદ કોર્ટની બહાર હંગામો મચી ગયો હતો અને ભીડને કાબુમાં કરીને પોલીસે નાગૌરની આસપાસ નાકાબંધી કરી દીધી છે. તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.હાલમાં સંદીપના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે
સંદીપ હરિયાણાનો કુખ્યાત ગેંગસ્ટર અને સોપારી કિલર હતો. તે સેઠી ગેંગ સાથે સંકળાયેલો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે દારૂની હેરાફેરી સાથે હત્યા પણ કરતો હતો. તેણે નાગૌરમાં એક વેપારીની પણ હત્યા કરી હતી. પોલીસ આને ગેંગવોર માની રહી છે.
ભીલવાડામાં બે કોન્સ્ટેબલોની હત્યા કરનાર સ્મગલર રાજુ ફૌજી અને ગેંગસ્ટર સંદીપ બિશ્નોઈ ખાસ મિત્રો હતા. સંદીપે જ પોલીસકર્મીઓને મારવા માટે રાજુ ફૌજીને હથિયાર આપ્યાં હતાં.પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે ગેંગસ્ટર સંદીપે રાજુ ફૌજીને રિવોલ્વર, પિસ્તોલ સહિતનાં અનેક હથિયારો આપ્યાં હતાં. સંદીપે કહ્યું હતું કે તેણે આ માટે ફૌજી પાસેથી કોઈ પૈસા લીધા નથી. કોન્સ્ટેબલની હત્યા બાદ ફૌજી તેની સાથે હરિયાણામાં રહ્યો હતો.