ઘનશ્યામ પટેલ હત્યા કેસ મા કોલવડા ગામના લોકો એ એવુ નિવેદન આપ્યુ કે ” ઘનશ્યામ પટેલ ધાર્મિક અને….
ગાંધીનગરમાં બનેલ કરપીણ હત્યા અંગે સૌ કોઈ જાણીએ છે.હાલમાં ફરી એકવાર ઘનશ્યામ પટેલની હત્યા અંગે ગામના લોકોએ પણ ચોંકાવનાર ખુલાસો કર્યો છે. આ અંગે આપણે વિગતવાર જાણીશું. બે દિવસ પહેલા જ ઘનશ્યામનાં ભાઈએ રિશીતા પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે હવે બીજી એક અન્ય વાત સામે આવી છે. દિવસે ને દિવસે આ ઘટનામાં અનેક પન્નાઓ ખુલી રહ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રિશીતાએ પોલીસ સામે રજૂ કરેલી ઘનશ્યામનાં કેરેકટરની પણ તપાસ કરવામાં આવી છે. પેથાપુર પોલીસે તપાસના કામે કોલવડાનાં અલગ અલગ જ્ઞાતિનાં દસ જેટલાં લોકોના નિવેદન લેતાં તમામે રિશીતાએ વર્ણવેલ કેરેકટરની થિયરીને ફગાવી દેવામાં આવી છે.રિમાન્ડ દરમિયાન પણ રિશીતા ઘનશ્યામ સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કરી અણછાજતું વર્તન કરતો હોવાનો આલાપ વાગોળતી રહી હતી.રિમાન્ડ પૂર્ણ થતાં રિશીતાને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાઈ છે.
રિશીતાએ રજૂ કરેલી થિયરીનું તથ્ય જાણવા કોલવડા ગામમાં જઈને પણ ગ્રામજનોનાં નિવેદન લેવામાં આવ્યા છે.કોલવડા ગામમાં રહેતા અલગ અલગ જ્ઞાતિના દસ જેટલા લોકોના નિવેદન તપાસના કામે નોંધવામાં આવ્યા છે. જેમાં મહિલાઓનાં પણ નિવેદન લીધા અને જાણવા મળ્યું હતું કે, ઘનશ્યામ દારૂ પીવાની ટેવ વાળો હતો. પરંતુ આટલા વર્ષોમાં એકવાર પણ કોઈપણ છોકરીની છેડતી કરી હોય એવું સાંભળવા મળ્યું નથી. અને સાથે ધાર્મિક પણ હતો.
દર વર્ષે ગાંધીનગરમાંથી નીકળતા અંબાજી પગપાળા યાત્રા સંઘના શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ ભાવે સેવા ચાકરી કરતો હતો. જ્યારે રિશીતા ઈન્ફોસિટી સીટી ખાતેની બેંકમાં નોકરી કરતી હતી. ત્યારે પણ એને લેવા મૂકવા પણ જતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ ગ્રામજનોએ ઘનશ્યામનાં ચારિત્ર્યની થિયરીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ખબર પડશે કે ઘનશ્યામની મોટમાં આગળ કયું રહસ્ય બહાર આવે છે.