Gujarat

ઘનશ્યામ પટેલી છાતી ઉપર બેસી રિશીતાના પ્રેમીએ પરાળના ઘા માર્યા, દીકરીએ કટરથી ગળું કાપ્યું ! પુરી ઘટના જાણી હોશ ઉડી જશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે,ઘનશ્યામ પટેલની હત્યા અંગે બહુ ચર્ચા થઈ રહી હતી. કોઈપણ પાપ કરો એ એક સમયે અચૂક બહાર આવે છે. દીકરી નું છેડતી નું બહાનુ આપીને રીશીતા એ ફિલ્મી કહાનીની જેમ હત્યાનો પ્લાન બનાવી રાખેલ. હાલમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાયો છે, ત્યારે જાણવા મળ્યું છે કે, ઘનશ્યામ પટેલી છાતી ઉપર બેસી રિશીતાના પ્રેમીએ પરાળના ઘા માર્યા, દીકરીએ કટરથી ગળું કાપ્યું ! પુરી ઘટના જાણી હોશ ઉડી જશે.

દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે આખરે આ હત્યા કંઈ રીતે થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે, માણસ લાલચમાં કેટલો સ્વાર્થી બની જાય છે કે સાચા ખોટનો ભેદ નથી સમજાતો. આખું પ્રકરણ પ્રેમ અને 3 વિઘા જમીન નો છે. પોલીસ રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, ઘનશ્યામ પટેલની હત્યામાં રિશીતનો પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલની પણ સામેલ છે.

આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો, જાણવા મળ્યું છે કે જ્યારે ઘનશ્યામ ગાઢ નિંદ્રામાં સુતેલો હતો ત્યારે તેની ઉપર સૌથી પહેલાં પ્રેમી સંજયે પરાળનાં ઘા ઝીંકી છાતી ઉપર બેસી જઈ વધુ ઘા માર્યા હતા. આ જ દરમિયાન રીશીતા અને 15 વર્ષની દીકરીએ ઘનશ્યામનાં હાથ પકડી મોઢું દબાવી ગળું કાપી નાખ્યું હતું. જ્યારે સંજયની પત્ની સોનલે પગ પકડી રાખીને ચારેય જણાએ ભેગા મળીને હત્યાકાંડને અંજામ આપ્યો.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે,દારૂની કુટેવના કારણે ઘનશ્યામ અને રિશીતા વચ્ચે રોજબરોજ ઘર કંકાસ થયા કરતો હતો.

એમાંય રિશીતાનાં પ્રેમ પ્રકરણની જાણ થઈ જતાં ઘનશ્યામ સાથે ઝગડા વધી ગયા હતા.ઘરકંકાશના કારણે રિશીતા તેની દીકરીને લઈને અમદાવાદ રહેવા જતી રહી હતી. આ દરમ્યાન તેની ખાસ બહેનપણી સોનલ અને તેના પતિ સંજય પટેલે બનતી બધી મદદ કરી હતી. જેનાં કારણે સંજય અને રિશીતા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેનાથી સોનલ સાવ અજાણ હતી.. ઘનશ્યામનાં નામની ત્રણ વીઘા જમીનના ભાવ આસમાને જતાં રિશીતાનાં મનમાં લાલચ જાગી હતી. ઉપરાંત પ્રેમી સંજય વિના પણ રહી શકતી ન હતી. જેનાં કારણે હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને જમીનનાં પૈસામાંથી સંજયને ભાગ આપવાનું પણ નક્કી થયું હતું.

ખાસ વાત એ કે હત્યા કરવા માટે સૌથી પહેલા રિશીતા એ દીકરીના મગજમાં પિતા વિરુદ્ધ કાન ભંભેરણી કરી. પ્લાન કર્યા મુજબ રિશીતા તેની દીકરીને ઘનશ્યામ સાથે રહેવા મોકલે છે. એટલે ઘનશ્યામ પણ દારૂ મૂકી દીધો પણ અચાનક દારૂ બંધ કરવાના કારણે ઘનશ્યામ રાત્રે સૂઈ શકતો ન હતો.23 મી જુન રિશીતા પણ કોલવડા રહેવા આવી ગઈ હતી. જે ઘનશ્યામને ઊંઘની ગોળીઓ આપતી રહેતી હતી અને ઘનશ્યામ કેટલી વાર સુધી ગાઢ નિંદ્રામાં રહે છે. 20મી જુનના રોજ રિશીતાએ પ્રેમી સંજયને ફોન કરીને પલાન બનાવ્યો.

23 મી જૂનના રોજ ઘનશ્યામ બપોરના સમયે ગાઢ નિંદ્રામાં હતો. તે વખતે સંજયને રિશીતાએ ફોન કરીને કોલવડા ગામ બહાર ઊભો રહી બોલાવું એટલે ઘરે આવી જવા કહ્યું હતું. રિશીતા અને ઘનશ્યામ વચ્ચે ઝગડો થયો હોવાનું પત્ની સોનલને કહીને સંજય ઘરેથી એક્ટિવા લઇને નિકળ્યો હતો. જેથી સોનલ પણ સાથે આવવાં તૈયાર થઈ હતી.

બાદમાં બંને કોલવડા બહાર એક ઝાડ નીચે આવીને ઉભા રહ્યા હતા. અને રિશીતાનો ફોન આવતા જ ઘરે પહોંચી ગયા હતા. જ્યાં હત્યા કરવાની વાત સાંભળીને સોનલે ન પાડી જેથી કરીને સંજયે કહ્યું હતું કે, રિશીતા આપણાં 18 વર્ષના દીકરાને વિદેશ મોકલવા માટે પૈસા આપશે. આ સાંભળીને સોનલ પણ લાલચમાં આવી ગઈ હતી અને સૌએ સાથે મળી ઘનશ્યામ ની હત્યા કરી નાખી.

બીજી તરફ અગાઉથી નક્કી થયા મુજબ દીકરી પર દાનત બગડતા હત્યા કર્યાની માં દીકરીએ પોલીસ સમક્ષ થિયરી વર્ણવી હતી. પોલીસને માં દીકરી થિયરી ઉતરી ન હતી. પોલીસે રિશીતના કોલ ડિટેઇલ્સ મેળવતા હત્યાના દિવસે રિશીતા અને સંજય વચ્ચે ચાર વાર વાત થઈ હોવાનું બહાર આવ્યું હતું. અને સંજયના મોબાઇલનું લોકેશન પણ કોલવડાનું મળી આવ્યું હતું.

આથી પોલીસે અમદાવાદથી કોલવડા સુધીમાં પચાસ જેટલા સીસીટીવી ચેક કરતાં હત્યાના દિવસે સંજય અને સોનલ એક્ટિવા પર કોલવડા તરફ જતાં દેખાયા હતા. જે સમય ગાળો વીસેક મિનિટનો હતો. પરંતુ પરત જવાનો સમય 45 મિનિટ હતો. એમાંય કોલવડા જતી વખતે સમયે પીળા કલરની ટીશર્ટ પહેરી હતી અને વળતા વાદળી રંગની ટી શર્ટમાં સંજય દેખાયો હતો.નક્કર પુરાવા હાથમાં આવતાં જ પોલીસે સંજયને ઉઠાવી લીધો હતો. જેની આકરી પૂછતાંછ કરતાં આખા હત્યાકાંડ સિલસિલાબંધ હકીકત સંજયે કબૂલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!