80 ઘેટા પર સિંહે હુમલો કરતા મોટા ભાગ ના ઘેટા ના મોત થયા ! માલધારી ધૃસકે ધૃસકે રડી પડ્યા
ગીર અને અન્ય જીલ્લા ઓ મા અનેક વખત એવી ઘટના ઓ સામે આવી છે જેમા સિંહ શહેરી વિસ્તાર મા આવી ચડ્યા હોય અને અન્ય પશુ નુ મારણ કર્યુ હોય ત્યારે ફરી એક એવી ઘટના અમરેલી જીલ્લા ના રાજુલા મા સામે આવી છે જેમાં સિંહો એ એક માલધારી ના જોક મા એટેક કર્યો હતો અને મોટા ભાગ ના બેટા ના મોત થતા માલધારી ધૃસકે ધૃસકે રડી પડ્યા હતા.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી જીલ્લા ના રાજુલા ના ધારેશ્વર ગામ નજીક આ ઘટના બની હતી જેમાં ભોળાભાઈ ભીમભાઈ કૂકડની ઘેટાં માટેનો જોક છે. તેમણે અહીં જોકમાં દુધાળાં 80 જેટલાં ઘેટાં રાખ્યાં હતાં જયાં બે સિંહો અચાનક ત્રાટક્યા હતા અને અફરા તફરી નો માહોલ સર્જાયો ત્યારે બાદ બુમા બુમ થતા આજુબાજુ ના લોકો આવ્યા અને સિંહો ને હિંમત પુર્વક ભગાડી દિધા હતા.
આ જોક મા 80 જેટલા ઘેટા હતા જેમાથી મોટા ભાગ ના ઘેટા ના મોત થયા હતા. સિંહ ના હુંમલા થી ઘણા ઘેટાને ઈજાઓ પહોંચી તો ઘણા ઘેટાઓ ફફડી ને મરી ગયા હતા જેમાથી થોડા ઘેટા ઓ ને ઈજાઓ પહોચી હતી. આ ઘટના ની જાણ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી ને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માલધારી ને યોગ્ય વળતર મળે તે માટે આશ્વાસન પરુ પાડયું હતુ સાથે 51000 રુપીયા ની સહાય પણ કરી હતી.
આ ઘટના ના પગલે ગ્રામ જનો દ્વારા વન વિભાગ પર ભારે રોષ જોવા મળ્યો હતો અને આ ઘટના થી માલધારી ભોળાભાઈ ને મોટુ નુકસાન થયુ હતુ અને ઘટના બાદ તેવો ભાવુક થય ગયા હતા કેમ કે માલધારી ને મોટી આર્થિક નુકશાની પહોચી હતી. ઘટનાની જાણ થતાં રાજુલા રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ. સહિત વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને ઘટનાસ્થળે તપાસ શરૂ કરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે