Gujarat

ગીગા ભમ્મર માફી નહિ માંગવા પર અડગ!! માફી માંગવાની ઇન્કાર કરતા કહ્યું ‘હું બોલતો હતો ત્યારે કોઈએ મને… જાણો શું કીધું

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ગીગા ભમ્મરની ચર્ચાઑ થઈ રહી છે, સૌ કોઈ જાણે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આહીર સમાજના અગ્રણીઑ દ્વારા ચારણ સમાજને સમર્થન આપ્યું છે તેમજ આ વિવાદ અંગે પોતાની દુ:ખની લાગણી પણ વ્યક્ત કરી છે પરંતુ જે વ્યક્તિએ જાહેર મંચ પરથી ન બોલવાના વેણ કહ્યા છે તે વ્યક્તિએ હજુ સુધી પણ માંફી નથી માંગી અને હાલમાં જ ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ચારણ સમાજ માટે અને આઈ સોનલ માં વિષે વાણી વિલાસ કરનાર ગીગા ભમ્મરએ માંફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.

આ બનાવ જે દી બન્યો તેના એક બે દિવસની અંદર જ ગીગા ભમ્મરના પુત્રએ આ ભૂલ બદલ ક્ષમા માંગી હતી પરંતુ દરેક સમાજની લાગણી દુભાઈ એવું ભાષણ આપનાર ગીગા ભમ્મર હજુ સુધી પણ આહીર સમાજ કે ચારણ સમાજ સામે આવીને પોતાનું નિવેદન નથી આપ્યું અને માંફી પણ વિડીયો દ્વારા પણ નથી માંફી. હાલમાં જાણવા મળ્યું છે કે માંફી ન માંગવ પાછળ ગીગા ભમ્મરે કારણ પણ જણાવ્યું છે. ચાલો આ કારણ અંગે આપને વિગતવાર માહિતી જણાવી કે શા માટે ગીગા ભમ્મર માંફી માંગવા માટે તૈયાર નથી.

ગીગા ભમ્મરના પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા ચારણ સમાજની માફી માંગી તેમજ પોતાના પિતા હોસ્પિટલમાં હોવાના કારણે તેઓ માફી માંગી શકે તેમ નહી હોવાનો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત તેઓ સ્વસ્થ થયા બાદ ચારણ સમાજની માફી માંગશે તેવી બાંહેધરી પણ આપી હતી પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ગીગા ભમ્મર કોઇ પણ પ્રકારે માફી માંગવા માટે તૈયાર નથી. આહીર અગ્રણીઓ અને તેમના પુત્ર પરિવાર દ્વારા પણ સમજાવવા છતા પણ તેઓ માફી માંગવા માટે તૈયાર નથી.

ગીગા ભમ્મરનું કહેવું છે કે, જો હું ખોટુ બોલી રહ્યો હતો તો સમાજના આગેવાનોએ ત્યારે જ મને સ્ટેજ પર જ ટોકવો જોઇએ. હવે બોલી ગયા બાદ હું માફી માંગીશ નહી. તમને જણાવી દઈએ કે તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે સ્ટેજ પર જ ગીગા ભમ્મરે વિવાદિત ભાષણ આપ્યું હતું અને આ દરમિયાન સમાજના સૌ વડીલો અને હજારોની સંખ્યામાં લોકો પણ હજાર રહ્યા હતા. હાલમાં આ વિવાદ અંગે ચારણ સમાજે કાયદાકીય રીતે ન્યાયની માંગણી કરી છે, ગિરીશ આપાએ પણ મઢડા ધામથી સૌ ચારણ સમાજને કહ્યું કે આપને કાયદાકીય રીતે જે નિર્ણય હશે તેને મંજૂર કરીશું.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!