Viral video

ગીગા ભમ્મરનો વધુ એક વિવાદિત વિડીયો થયો વાયરલ !! ચારણ સમાજ બાદ હવે દલિત સમાજ વિષે બોલ્યા કાંઈક એવું કે લોકો રોષે..જુઓ વિડીયો

ગીગા ભમ્મરની ચર્ચાઓ ગામે ગામ અને સોશિયલ મીડિયા પર સહીત ન્યુઝમાં પણ થઇ રહી છે, તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે જાહેર મંચ પરથી ચારણ સમાજ અને આઈ સોનલમાંનું અપમાન કર્યું હતું તેમજ અન્ય સમાજ વિષે પણ ન બોલવાનું બોલ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં ગીગા ગીગા ભમ્મરે દલિત સમાજની લાગણીને દુભાવી છે, આ વાયરલ થયેલ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી, ચાલો અમે આપને આ ઘટના અંગે જણાવીએ. ગુજરાત ટેકના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે આપને જણાવીએ કે આ વાયરલ થયેલ વિડીયોમાં શું છે?

જાહેર મંચ પરથી ચારણ સમાજ વિષે વાણી વિલાસ કરનાર ગિગા ભમ્મરે દલિત સમાજનું પણ અપમાન કરીને લાગણી દુભાવી છે, જેથી હાલમાં દલિત સમાજમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિના ભૂલના કારણે આહીર સમાજના અગ્રણીઓ અને પ્રખ્યાત કલાકરોએ પણ નિંદા કરી છે અને ચારણ સમાજને પણ સમર્થન આપ્યું છે તેમજ પોતાના વતી દુઃખની લાગણી વ્યક્ત કરીને પ્રાર્થના પણ કરી છે અને આહીર સમાજ સાથે એમના અતૂટ સંબંધો વર્ષોથી છે અને રહેશે તેવી ખાતરી આપી છે.

એક સમાજની લાગણી દુભાવનાર ગીગા ભમ્મરના અન્ય વિડીયો સામે આવી રહ્યા છે, સુરત શહેર વિષે પણ વાંધા જનક શબ્દો ઉચ્ચાર્યા બાદ તેમણે દલિત સમાજ વિષે ગેર બંધારણીય – વાંધા જનક શબ્દ બોલી દલિત સમાજનું અપમાન કર્યું છે, જેથી દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે તેમજ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, ગુજરાત ટેકના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પીને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરાઈ છે.

હાલમાં ચારણ સમાજ બાદ દલિત સમાજ લાલઘુમ થઈ ગયેલ છે અને સૌ કોઈ કાયદાકીય રીતે ન્યાયની માંગણી કરી છે, દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ગીગા ગિગા ભમ્મરે માંફી માંગવાનો પણ ઇન્કાર કર્યો છે. હાલમાં હવે આ વિવાદનો અંત કઈ રીતે આવે છે, તે તો સમય જ કહેશે. હાલમાં તો આ વાયરલ વિડીયોના કારણે દલિત સમાજને ઠેસ પહોંચી છે, નીચે આપેલ વિડીયો દ્વારા તમેં સંપૂણ વિવાદિત નિવેદન જોઈ શકશો. આ વાયરલ વિડીયો નાગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!