Gujarat

આ ગામના કારીગરોએ બનાવેલું વાહન એવુ સુપરસક્સેસ ગયુ કે, હવે તેનાથી અમરેલીના ખેડૂતો કરવા લાગ્યા ખેતી અને પાછુ નામ પણ એવુ…

આજના સમયમાં અનેક એવા વ્યક્તિઓ હોય છે, જે પોતાની કોઠા સુઝ દ્વારા અનેકગણી સિદ્ધિઓ હાંસિલ કરે છે. આમ પણ કહેવાય છે ને કે, કંઈક નવું સંશોધન કરવા માટે તમારે ભણવું જ જરૂરી નથી કારણ કે, ઘણી વખત અભણ લોકો પણ પોતાની કોઠા સૂઝ એવા મશીનો નું નિર્માણ કરે છે, જે ખૂબ જ ઉપયોગી નિવડે છે. ત્યારે હાલમાં જ નાના કારીગરોએ બનાવેલું વાહન એવુ સુપરસક્સેસ ગયુ કે, હવે તેનાથી અમરેલીના ખેડૂતો કરવા લાગ્યા ખેતી અને પાછુ નામ પણ એવુ રાખ્યું કે, તમે જાણીને ચોંકી જશો. ચાલો અમે આપને આ કહાની વિશે જાણવું જરૂરી છે.

આજે આપણે એક એવો સનેડો વિશે વાત કરવાની છે, જેના વિશે તમે જાણીને ચોકી જશો. ખેતી કામમાંથી બળદની છુટ્ટી કરી નાંખી. બળદનુ આધુનિક ઓપ્શન એટલે સનેડો. આ સનેડો ખેતીમાં ઉપયોગી વાહન છે. જે બુલેટ નથી, ન તો મારુતી વાન છે, નથી ટેમ્પો, નથી ફિયાટ કે નથી છકડો રિક્ષા. આ તમામ વાહનોના મિક્સ ઉપયોગથી સનેડો બને છે.

અમરેલીથી પંદર કિલોમીટર દુર આવેલા ચીત્તલ અને આજુબાજુના ગામના કારીગરોએ નાની ખેતીમાં ઉપયોગમાં લેવાય તેવુ એક વાહન બનાવ્યું અને જે ખેતીમાં સુપર સક્સેસ ગયુ. આ વાહન એટલે સનેડો. સનેડાની શોધ થઈ ખેતીમાં બળદના વિકલ્પ તરીકે અને અત્યારે સનેડો બળદના વિકલ્પ તરીકે લોકોએ સ્વીકારી લીધો. બળદોને સાચવવામાં સમય અને નાણાં વધુ ખર્ચવા પડે છે, જ્યારે સનેડામાં ડીઝલ સીવાઈ કોઈ ખાસ મેન્ટેનેન્સ નથી આવતુ.

સનેડાની કિંમત અંદાજે 1 લાખ 50 હજાર રૂપિયાની આસપાસ છે. સનેડામાં હાઈડ્રોલીક ઓટો સ્ટાર્ટ વગેરે સુવિધા પણ હોય છે. સનેડો ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. સનેડો ધીરે ધીરે સમય સાથે આધુનિક થઈ રહ્યો છે. નવી નવી ટેકનોલોજીનો કારીગરો ઉપયોગ કરી વધુ સારી રીતે ખેતીમાં કામ કરે તેવો સનેડો બનાવી રહ્યાં છે. પહેલા સનેડાને ચાલુ કરવા માટે છકડા રીક્ષાની જેમ દોરડાથી શરૂ કરવો પડતો હતો. પણ હવે દોરડાની સાથે સાથે સેલ્ફ સ્ટાર્ટ સનેડા પણ આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!