Gujarat

અંધશ્રધ્ધાની હચમચાવી દે તેવી ઘટના !વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ માસુમ દીકરી નો જીવ ના વયો ગયો ત્યા સુધી ત્રાસ આપ્યો..

આટલો આધુનીક યુગ હોવા છતા આજે પણ તંત્ર વિદ્યાના બહાને અંધશ્રધ્ધા ના કિસ્સાઓ આજે પણ બને છે અને અંધશ્રધ્ધા ના લીધે કોઈ માસુમ નો ભોગ લેવાય છે કા તો અણબનાવ બને છે ત્યારે ગુજરાત મા જ એક  અંધશ્રધ્ધા નો એવો કિસ્સો સામે આવ્યો જે જાણી ભુલભલા ધૃજી જાઈ જેમા એક માસુમ બાળકી નો ભોગ લેવાયો છે.

આ હચમચાવી દેનાર ઘટના ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામ બની હતી જેમા 14 વર્ષ ની દીકરીની હત્યા મા મોટો ખુલાસો થયો હતો. ધૈર્યા નામની દીકરી ની મોત પાછળ પોતાના જ પિતા અને મોટા બાપુજી એ દિકરી ને વળગાડ હોવાનું માન સતત સાત દીવસ સુધી અમાનુષી અત્યાચાર ગુજારી મોત ને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવી છે.

ઘટના અંગે પોલીસ પાસે થી જાણવા મળેલ વિગતો મુજબ “ભાવેશ અકબરી અને દિલીપ અકબરી બે ભાઈઓ છે, ભાવેશ સુરતમાં રહે છે જ્યારે દિલીપ ગામમાં જ રહીને ખેતીનું કામ કરે છે. ભાવેશ અકબરીને એક જ 14 વર્ષની દીકરી ધૈર્યા હતી જે દિલીપ અકબરી એટલે કે તેના મોટા બાપા સાથે રહેતી હતી. નવરાત્રીમાં અનુષ્ઠાન કરવાના બહાને ભાવેશ સુરતથી અહીં આવ્યો હતો, તેણે પોતાની જ વાડીમાં માતાજીનું સ્થાપન કર્યું હતું.”

આરોપી બાપ ભાવેશ અકબરી 1 ઓક્ટોબરે સ્કૂલેથી ધૈર્યા ઘરે આવી ત્યાર પછી તેને ખેતરે લઈ ગયો હતો. અહીં તે દીકરીને માતાજીનું સ્થાપન કર્યું હતું ત્યાં લઈ ગયો હતો. પોલીસે આગળ જણાવ્યું કે, “ભાવેશને એવી શંકા હતી કે તેની દીકરીને કોઈ વળગણ છે, પછી તેણે દીકરીને ભૂત-વળગણ કાઢવા માટે ટોર્ચર કરી હતી. આ પછી ભાવેશે દીકરી ધૈર્યાના જેટલા કપડા હતા તે તમામ ખેતરમાં મંગાવ્યા હતા, તેણે આ કપડાનો ઢગળો કરીને દીકરીની સામે જ સળગાવી દીધા હતા. કપડા સળગાવ્યા પછી ધૈર્યાને એકદમ નજીકમાં ઉભી રાખવામાં આવી હતી.”

જ્યારે આ અંગે ભાવેશના મોટા ભાઈ દિલીપભાઈ અકબરીએ ટેલિફોનિક વાતચીત વડે દીકરીના નાના વાલજીભાઈ ડોબરિયાને માસૂમ ધૈર્યાનું ચેપીરોગના કારણે મૃત્યુ થયાની જાણ કરી હતી. અને સુરત રહેતા દીકરી ના માતા કપિલા બેન ને પણ જાણ કર્યા વગર જ દોહિત્રી ધૈર્યાના અગ્નિસંસ્કાર પણ તેના પિતાએ ઘરમેળે કરી નાખ્યા હતા.

જ્યારે દિકરી નાના મોત મા કોઈ અઘટીત ઘટના ઘટી હોય તેવી શંકા વાલજીભાઈ ડોબરિયા અને તેમના પરિવારજનોને લાગતી હતી સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો જ્યારે અને જણાવા મળેલ છે તારીખ 1 થી 7 સુધી માસુમ દીકરી ને અલગ અલગ પ્રકારે પિતા અને મોટા બાપુ દ્વારા યાતના આપી હતી અને જયારે બાદમાં તા.7ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સમયે બન્ને ભાઈઓ ફરી જોવા ગયા એ સમયે માસૂમ ધૈર્યા મરણ પામેલી હાલતમાં જોવા મળી અને તેના શરીરમાં જીવાત પડી ગયેલી હતી જ્યારે માસુમ દીકરી નુ મોત ચેપી રોગ થી થયુ હોવાની વાત કરી અંતિમ સંસ્કાર કર્યા હતા.

જોકે માસૂમ પર સાત દિવસ સુધી તાંત્રિક વિધિના બહાને કરાયેલો અમાનુષી અત્યાચારની સમગ્ર હચમચાવતી ઉપરોકત વિગતો સાથે તેના નાના વાલજીભાઈ ડોબરિયાએ તેના જમાઈ ભાવેશ અકબરી અને તેના મોટા ભાઈ દિલીપ અકબરી સામે ફરિયાદ નોંધાવતાં તાલાલા પોલીસે આઈપીસી કલમ 302, 201, 114 અને જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.જી. બાંટવાએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!