Gujarat

લંડનમાં યોજાઈ ગીરીબાપુ ની શિવકથા ! જુવો પોથી યાત્રા સહિત કથા ની ખાસ તસવીરો…

વિશ્વના દરેક ખૂણે ગુજરાતીઓ વસવાટ કરે કે, ત્યારે ત્યાં નો માહોલ પણ ગુજરાત જેવો જ હોય છે. કહેવાય છે ને કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. દરેક તહેવારો થી લઈને તમામ પ્રસંગો વિદેશોમાં થાય છે. હાલમાં જ લંડન શહેરમાં પૂજ્ય શ્રી ગીરીબાપુની કથા નો પ્રારંભ થયો છે, ત્યારે તેમની લંડન ની ધરતી પર કથા નાં પ્રથમ દિવસ એટલે કે પોથીયાત્રા ખૂબ જ ભવ્ય રીતે યોજાયેલ. હાલમાં લંડન ની ઘરતી પર પૂજ્ય શ્રી ગીરીબાપુ ગુજરાતીઓને શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીરીબાપુ શિવ કથા માટે ખૂબ જ જાણીતા છે, તેમના દ્વારા અનેક દેશોમાં શિવ કથાનું આયોજન કરવામાં આવે છે અને તેમનો આદર સત્કાર પણ ખૂબ જ ભવ્ય રીતે યોજાય છે. પુજય શ્રી ગીરીબાપુ એ પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી. એમ સમય એવો પણ હતો કે તેઓ બોલવામાં અચકાતા હતા પરંતુ આ સમસ્યા તો દૂર થઈ પણ એવો સ્વર ખુલ્યો કે આજે લાખો લોકો તેમને ધ્યાનમગ્ન બનીને સાંભળે છે.

પૂજ્ય ગિરી બાપુ એ પ્રખ્યાત શિવ કથાકાર છે.જે સ્વ-મુખે શિવ મહાપુરાણ નું કથન શ્રોતાઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં કરે છે. પૂજ્ય ગિરી બાપુએ અત્યાર સુધી 400 કરતા પણ વધારે કથાઓનું પઠન કર્યું છે અને હજી પણ આ કથા-યજ્ઞ અવિરત ચાલુ છે. પૂજ્ય ગિરી બાપુએ શિવ મહાપુરાણ નું કથન ભારતના વિવિધ રાજ્યોમાં, યુ. એસ. એ., યુ. કે., કેનેડા અને બીજા ઘણા દેશોમાં કર્યું છે.

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ એ પ્રકૃતિ અને સમાજ ની સેવા અને ઉત્થાનનું ઉમદા કાર્ય વર્ષો થી કરી રહ્યું છે. પૂજ્ય ગિરી બાપુના નમાર્ગદર્શન હેઠળ બહુ-હેતુલક્ષી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે.ટ્રસ્ટ દ્વારા અનેક ગાયોનું સંવર્ધન એક વિશાલ ગૌ -શાળા દ્વારા કરવામાં આવે છે.

“ભુખ્યાને ભોજન મળે”, આ સૂત્રને સાકાર કરવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત બીજી અનેક સમાજ ઉપયોગી પ્રવૃતિઓ અને સેવા કર્યો ટ્રસ્ટ દ્વારા કાયમી કરવામાં આવી રહ્યાં છે, જેનું પૂજ્ય ગિરી બાપુ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!