Gujarat

મહાન કથા વકતા ગીરીબાપુનો છે આજે જન્મદિવસ ! હાલ દેશ વિદેશો મા કથાકરનાર ગીરીબાપુ કથા સાથે આ કાર્ય પણ કરે છે, મૂળ આ ગામના વતની છે…

ગુજરાતમાં અનેક મહાન કથાકારો લોકોને ભક્તિનું રસપાન કરાવે છે. ત્યારે આજે આપણે ગીરીબાપુના જીવન વિશે જણાવીશુ. શિવ કથાકાર ગીરીબાપુનો જન્મ આમરોલી ગામમાં અતિત સાધુના ઘરે થયેલ જેથી જન્મથી જ તેઓ બાપુ જ હતા અને તેમને બાળપણ થી જ શિવ સાથે અતૂટ ભક્તિ હતી અને એકવાર માયાભાઈ આહીર પોતાના ડાયરામાં કહેલ કે, ગીરી બાપૂ પહેલા બોલતા ત્યારે તેમની જીભ અચકાતી પરતું આજે તેમની અતૂટ ભક્તિનો પ્રતાપ તો જુઓ. જો તેમના પરીવાર ની વાત કરીએ તો એક દિકરો અને એક દીકરી છે.

પૂજ્ય ગિરી બાપુ એ પ્રખ્યાત શિવ કથાકાર છે.જે સ્વ-મુખે શિવ મહાપુરાણ નું કથન શ્રોતાઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં કરે છે. પૂજ્ય ગિરી બાપુએ અત્યાર સુધી 400 કરતા પણ વધારે કથાઓનું પઠન કર્યું છે અને હજી પણ આ કથા-યજ્ઞ અવિરત ચાલુ છે. પૂજ્ય ગિરી બાપુએ શિવ મહાપુરાણ નું કથન ભારતના વિવિધ રાજ્યોમાં, યુ. એસ. એ., યુ. કે., કેનેડા અને બીજા ઘણા દેશોમાં કર્યું છે.

બાપુ ની શિવ મહાપુરાણ કથા મહાદેવના અનેક દિવ્ય પ્રસંગો નું લોકો સમક્ષ રસપાન કરાવે છે. કે જે ને સામાજિક અને રોજિંદા જીવન માં તેની ઉપયોગીતા અને ઉત્તમ જીવન જીવવાની શીખ રૂપે શ્રોતાઓ ને આનંદિત કરે છે.પૂજ્ય ગિરી બાપુ અત્યંત પ્રેમાળ અને દયાળુ સ્વભાવ ધરાવે છે. જે કથા ની સાથે-સાથે અનેકવિધ સામાજિક સેવા પ્રવૃતિઓ માં જોડાયેલ છે.

ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ એ પ્રકૃતિ અને સમાજ ની સેવા અને ઉત્થાનનું ઉમદા કાર્ય વર્ષો થી કરી રહ્યું છે. પૂજ્ય ગિરી બાપુના નમ્ર અને દુરન્દેશી માર્ગદર્શન હેઠળ બહુ-હેતુલક્ષી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે.પ્રકૃતિના પૂજન અને જતન અર્થે પૂજ્ય ગિરી બાપુ દ્વારા એક લાખ બિલ્વ વૃક્ષો ના વાવેતર નો સંકલ્પ કરાયો છે. જેના અનેકાવિધ ફાયદાઓ માનવ સમાજ અને અબોલ પશુ-પંખીઓને થશે.

ટ્રસ્ટ દ્વારા અનેક ગાયોનું સંવર્ધન એક વિશાલ ગૌ -શાળા દ્વારા કરવામાં આવે છે. આ ગાયોનો ખ્યાલ ખુદ પૂજ્ય ગિરી બાપુ એકદમ પ્રેમાળ અને વાત્સલ્ય ભાવ થી કરતા – કરતા અતિ આનંદ અનુભવે છે.પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ જેવું જ ભવ્ય તીર્થ ભાડેશ્વર મહાદેવનું કામ જોર-શોર થી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાવમાં આવ્યું છે. પૂજ્ય ગિરી બાપુ ની અત્યંત શ્રદ્ધા અને પ્રેમ આ સંકલ્પ ને સાકાર કરવામાં આધાર રૂપ છે.

“ભુખ્યાને ભોજન મળે”, આ સૂત્રને સાકાર કરવા માટે, પૂજ્ય ગિરી બાપુ ના વાત્સલ્યની ઝલક સમી ભોજન શાળામાં કોઈ પણ ભૂખ્યું સંતોષની લાગણી અનુભવી ને ભોજન કરે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ ઉપરાંત બીજી અનેક સમાજ ઉપયોગી પ્રવૃતિઓ અને સેવા કર્યો ટ્રસ્ટ દ્વારા કાયમી કરવામાં આવી રહ્યાં છે, જેનું પૂજ્ય ગિરી બાપુ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!