એક એવુ શહેર જ્યાં યુવકો છોકરીના હાથનાં દંડા નો માર ખાઈ છે , કારણ કે જાણીને ચોંકી જશો
આપણા ભારત દેશમાં અનેક પ્રકારની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને એવા ઘણા ગામો પણ છે, જ્યાં ખૂબ જ વિચિત્ર અને આશ્ચય જનક રીતિ રિવાજો જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગામ વિશે વાત કરીશું, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર અને રમુજી પણ છે. જ્યારે આ ઘટના વિશે હકીકત જાણશો ત્યારે તમને સમજાશે કે, આખરે શા માટે આવા રીતિ રિવાજ કરવામાં આવે છે.
આ ઘટના છે, રાજસ્થાનના જોધપુર ગામની જ્યાં એક એવો મેળો ભરાય છે, જ્યાં યુવકો દંડા ખાવા માટે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, યુવલો મહિલાઓના હાથના માર ખાઈ છે એ પણ હસતા મુખે. આ અનોખા પ્રકારની રીત પાછળ કારણ જ એવું ખાસ છે કે, યુવકો હસતા હસતા માર ખાવાનું પસંદ કરે છે. આમ પણ આપણા ગુજરાતીમાં કહેવત છે ને લે, લાલો લાભ વિના લોટે નહિ. બસ આવી જ રીતે આ માર ખાવા પાછળ યુવાનોને ભેટ રૂપે એવી વસ્તુ મળે છે જેની દરેક યુવાનોને કામના હોય છે.
વાત જાણે એમ છે કે, આ મેળામાં અપરિણીત યુવકો દંડા ખાવા માટે આવે છે. જાણવા મળ્યું છે કે, આ મેળાની એવી માન્યતા છે કે આ મેળામાં મહિલાઓ જે અપરિણીત યુવકને દંડો મારે છે તે યુવકના જલદી લગ્ન થઈ જાય છે. જેથી અહીં અપરિણીત યુવકો દંડા ખાવા માટે સામેથી આવે છે. રાજસ્થાનના જોધપુરમાં યોજાતા આ મેળામાં અપરિણીત યુવકો દંડો ખાવા માટે આતુર રહે છે.
મહ્ત્વની વાત તો એ છે કે, દંડાનો મારા ખાધા પછી અપરિણીત યુવકોને એવી આશા રહે છે કે હવે તેઓના જલદી લગ્ન થઈ જશે. અહીં દંડાના મારને પ્રસાદ સમજવામાં આવે છે.હવે તમને વિચાર આવશે કે, આખરે દંડા જ કેમ મારવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે? તમને જણાવી દઈકે આ પરંપરા મહિલાઓ સાથે જોડાયેલી હતી જેથી પુરુષ રાતના સમયે બહાર નીકળતા નહોતા.
મહિલાઓ હાથમાં એક દંડો રાખીને ચાલતી હતી જેથી રખડતા કૂતરાઓ દૂર રહે. દરમિયાન તેઓને કેટલાંક યુવકો મળ્યા જેથી મહિલાઓએ આ યુવકોને દંડા માર્યા. અપરિણીત એવા આ યુવકોના થોડા સમયમાં લગ્ન થઈ ગયા. બસ ત્યાર થી અહિયાના લોકોમાં એવી માન્યતા વ્યાપી ગઈ કે મહિલાઓના હાથે દંડો ખાતા અપરિણીત યુવકોના લગ્ન થઈ જાય છે. બસ આ જ કારણે વર્ષોથી ચાલી રહી આ પરંપરા આજે પણ અતૂટ છે.