Gujarat

ધોરણ 12 મા ભણતી સગીરાને પ્રેમ લગ્ન કરવા ઘરેથી ભાગવું ભારે પડ્યુ ! પ્રેમી એ અસલી ચહેરો દેખાડ્યો અને ઘરે થી…

આજના સમયમાં દીકરીઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કરી લેતી હોય છે. ખરેખર આ બનાવ ખૂબ જ દિવસેને દિવસે વધી રહ્યા છે. હાલમાં જ આવો બનાવ ગીર સોમાનાથના ગીર ગઢડા ગામમાં બન્યો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે કઇ રીતે આ બનાવ બન્યો છે.

આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણનાં નામે અનેક યુવાનો સગીર યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કરે છે. હાલમાં જ એક શખ્સે 17 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. યુવકે સગીર તેની સાથે લગ્નની ના પાડી દેતા તેને ઘરમાંથી કાઢી મુકી હતી. તો આવો જાણીએ શું છે સમગ્ર અહેવાલ.

ગીર સોમનાથના ગીર ગઢડામાં રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં એક પરિવારમાં 4 દીકરી તેમજ 2 દીકરા છે. જેમાં સૌથી નાની દીકરી કોડીનાર ખાતે સોમનાથ એકેડમીમાં 12 ધોરણમાં અભ્યાસ કરે છે. સગીર માતા-પિતા મજૂરીકામ કરી બાળકોનો અભ્યાસ કરાવે છે. જે સમય દરમિયાન તેમની દીકરી દિવાળી વેકેશનની રજામાં ઘરે પરત ફરી હતી. દિવાળી વેકેશન પૂરુ થતાં સગીરાએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, હું ચોપડા લેવા કોડીનાર જાવ છું અને ત્યારબાદ સોમનાથ એકેડમીમાં પરીક્ષા પૂરી કરીને ઘરે પરત ફરીશ.

પરિવારેબ દીકરી સાથે વાત કરવાની હોવાથી સોમનાથ એકેડમીમાં ફોન કરતાં ત્યાંના સાહેબે તેમની દીકરી અહિંયા આવી જ નથી કહેંતા સગીરાના માંના મનમાં ફાળ પડી. તાત્કાલિક સગીરાના પિતાને વાત જણાવતાંલ તેઓ સગીરાની શોધખોળ માટે લાગી ગયાં હતાં. આ દરમિયાન ગામના શખ્સે સગીરાના માતા-પિતાને જણાવ્યું હતું કે, તમારી દીકરીનો મારા પર ફોન આવ્યો હતો. જેમાં તેણે મને કહ્યું હતું કે, હું કોડીનાર ગઈ હતી. જ્યાં મને , એક રવી નામનો શખ્સ લગ્નની લાલચ આપી સુત્રાપાડા લઈ ગયો હતો.

મારા ઘરવાળા મારી શોઘખોળ કરી રહ્યાં છેની ખબર પડતાં તેણે મને ઘરેથી કાઢી મુકી હતી. જેથી તું મને લઈ જા તેમ સગીરાએ ફોન પર જણાવ્યું હતું.સગીરા જ્યારે પોતાના ઘરે પરત ફરી ત્યારે તેણીએ તેના માતા-પિતાને બધી વાત વીગતવાર કરતાં તેણીની માતાએ સગીરાને લઈને પોલીસ સ્ટેસનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.આઈ.પી.સીની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!