એક નાની એવી ભુલ ના કારણે આ માસુમ દિકરી ની હાલત આવી થય ગઈ ! પડે છે એવી તકલીફ કે…
ક્યારેક આપણી એક ભુલ જીવન ભરનો અફસોસ રહી જાય છે. આજે અમે આપને એક એવી ભૂલ વિશે બતાવીશું જેના લીધે એક નાની એવી દીકરીને ને જીવન ભર આ દુઃખ ભોગવવું પડશે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખનિય છે. જ્યારે તમે આ દુઃખ વિશે જાણશો તો તમારી આંખમાંથી આંસુઓ વહી જશે.ખરેખર સૌ માતા પિતા માટે આ ઘટના પ્રેરણા દાયક છે. બાળકો જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખવું જરૂરી જ છે.
એક નાની એવી ભૂલ અને લાપરવાહીના લીધે પાકિસ્તાનની એક છોકરી એ પોતાની ડોક ગુમાવવી છે અને આ બાળકી સામાન્ય વ્યક્તિ કરતા અલગ જીવન જીવે છે. બાળકીને લગભગ મરોડાઈ ચૂકેલી ગરદન સાથે જીવન વીતાવવું પડે છે! આ બાળકીને ૯૦ ડિગ્રી જેટલી ફરી ચૂકેલી ગરદનની પીડા સાથે દુઃખ અનુભવી રહી છે.
વાત જાણે એમ છે કે,કુંબર નામની આ બાળકીને નાના-મોટા કામ માટે બીજાંનો જ આશ્રય લેવો પડે છે.આ બાળકી ડોક કંઈ રીતે આવી બની ગઈ તે જાણવું જરૂરી છે.પાકિસ્તાનના મીથી ઇલાકામાં રહેનારી આ ૯ વર્ષની ઉંમરની બાળકી આફસીન કુંવર. એકદમ નાની ઉંમરમાં એવી બિમારીથી ગ્રસ્ત થઇ ગઈ કે, જેમાં માણસના શરીરનું કોઈ પણ અંગ એની રીતે આપોઆપ જ મરોડાઇ જાય અને પછી જીંદગી ભર સીધું ના થાય!
આફસીન પણ એ જ બિમારીનો ભોગ બની. આજે નેવું અંશે ઘુમેલી એની ગરદનમાં પારાવાર દર્દ થાય છે. ના તો એ કોઈ કામ પોતાની રીતે કરી શકે છે કે ના તો સરખું જોઈ શકે છે! અનેક ડોક્ટરો ને બતાવ્યા છતાં આ બીમારીનું નિવારણ આવ્યું નથી. જન્મ જાત આફસીનની આ હાલત નહોતી. આઠ મહિનાની હતી ત્યારે માથામાં ઈજા થઈ હતી પણ અમે બહુ કંઈ ધ્યાન ના આપ્યું આ પરિણામ આવ્યું ખબર ન હતી.
