Gujarat

પ્રેમમાં હારી ગયેલ યુવતીએ કર્યા આપઘાત સુસાઇડ નોટમા એવી બાબત લખી કે સૌ કોઈ દંગ રહી ગયા 4 વર્ષ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. તેવામાં આપણે સૌ જીવનમાં પ્રેમના મહત્ત્વને સમજિએ છિએ. પરંતુ હાલમા એવા પણ ઘણા લોકો છે કે જેમના કારણે પ્રેમ કલંકિત થાય છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ એ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્માઓ નો મિલન છે.

પ્રેમ એ આત્મીય બાબત છે. પરંતુ હાલમાં ઘણા હવશી લોકો દ્વારા પ્રેમને શરીરક બાબત ગણે છે. અને ફક્ત શરીરક સુખ મેળવવા માટે પ્રેમના નામે ખોટા કામ કરે છે અને અન્યના જીવનને બરબાદ કરે છે. આવા જ લોકોના કારણે આજે સમાજમાં પ્રેમને લોકો સારી દ્રષ્ટિથી જોતાં નથી. હાલમાં પ્રેમને લઈને આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પ્રેમમાં હારેલી યુવતિએ સુસાઇડ કર્યું છે અને સુસાઇડ નોટ માં જે બાબત લખી છે તેને વાચિ ને સૌ કોઈ હેરાન રહી ગયા. આ દુઃખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આત્મ હત્યા નો આ બનાવ સુરતના કાપોદ્રા નો અહીં એક યુવતીએ આત્મ હત્યા કરી છે. ઘટના અંગે જાણ થતાં પોલીસટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી જણાવી દઈએ કે આ યુવતિ કાપોદ્રા વિસ્તારમાં ભાણેજ સાથે રહેતો હતી. અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. પોલીસ ને તપાસમા એક સુસાઇડ નોટ પણ મળી જે જેમાં યુવતીએ પોતાનો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ સાથે હોવાનું જણાવ્યું હતું. યુવતી એ સુસાઇડ ના કારણ તરિકે જણાવ્યું હતું કે લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો.

જો કે જણાવી દઈએ કે વિશાલ પહેલાથી જ લગ્ન વાળો છે અને તેની પત્ની પણ યુવતિ અને વિશાલને સાથ આપતી હતી. યુવતીએ આક્ષેપ કર્યો કે બંને પતિ પત્નીએ ભેગા મળી ને મારી જિંદગી બરબાદ કરી નાંખી, હું બધી રીતે હારી ગઈ છું. માટે હું આ અંતિમ પગલું ભરવા જઈ રહી છું. વધુમાં યુવતીએ એ પણ લખ્યું હતું કે આ સંબંધે જે કોઈને વધારે માહિતી જોતી હોઈ તો કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું.

જો કે સુસાઇડ નોટમા યુવતી દ્વારા એક વિનંતિ પણ કરવામાં આવી હતી કે મૃત્યુ બાદ મારી લાશને પરિવાર ને સોપતા પહેલા વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. જો કે હાલમાં પોલીસે આ ઘટનાને ધ્યાને લઈને અટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધીયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!