આ મહીલા એ એક નાનીએવી શરુઆત કરી હતી જયારે હવે 22 હજાર મહીલાઓ નુ જીવન બદલી નાખ્યુ
કહેવાય છે ને કે, આજના સમયમાં સ્ત્રીઓ પુરુષો કરતાંય વધુ આગળ નીકળી ગઈ છે અને દેશનું નામ રોશન કરે જ છે પરંતુ સાથો સાથ પોતાના પરિવારનું પણ ગૌરવ વધારે છે.ખરેખર આજના સમયમાં ભાગ્યે જ કોઈ સ્ત્રી તમને જોવા મળશે કે, જેમને અનેક સંઘર્ષ થકી પોતાનું જીવન યાદગાર બનાવ્યું હોય. ખરેખર આજે અમે આપને એક એવી મહિલા વિષે જણાવીશું જેને પોતાના જીવનમાં ખુબ જ સંગર્ષ કરીને આજે અનેક સ્ત્રીઓ માટે બેમિશાલ બની છે અને અનેક સ્ત્રીઓનું જીવન સુધાર્યું છે.
આજના સમયમાં આપણે એવી અનેક સ્ત્રીઓ વિષે જાણીએ છે જેને ગૃહ ઉદ્યોગ દ્વારા અનેક મહિલાને રોજગારી આપી અને સાથો સાથ પોતે પણ સમૃદ્ધ બની છે. આજે આપણે એક એવી જ સ્ત્રી વિષે વાત કરીશું જેને અનેક સ્ત્રીઓ ને રોજગારી પુરી પાડે છે. વાત જાને એમ છે કે, રાજસ્થાનના બાડમેર ના રાવલસર જિલ્લામાં રહેતીરુમા દેવી ની આર્થિક સ્થિતિ સારી ન હતી છતાં પણ તેમને જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડયો હતો. શરૂઆતમાં તો રુમા તેમના બધા સપના છોડી દીધા હતા પરંતુ નસીબ ના સાથ ને લીધે આજે તે ખૂબ જ સફળ મહિલા બની ગઈ છે.આમ પણ આત્મવિશ્વાસ જો દ્રઢ હોય તો અશક્યને પણ શક્ય કરી શકાય.
આ મહિલાએ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે પોતાની કળાને સેતુ બનાવીને સફળતાના શિખરો સર કર્યા છે. રુમા એ તેની કારકિર્દીની શરૂઆત હસ્તકલા જેવી કે સાડી, ચાદર, કુર્તા વગેરે જેવા કપડાં બનાવીને કરી હસ્તકલા ના કપડાં નો વ્યવસાય શરૂ કર્યો હતો. તેના કપડાં ખૂબ જ સારા હોવાથી માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની ખૂબ જ માંગ વધવા લાગી. તેથી તેણે વ્યવસાયને વધારવાનું શરુ કર્યું અને આજે તે ૨૨ હજાર મહિલાઓને રોજગાર પૂરો પાડે છે.ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય કારણ કેઅહીંયા સુધી પોહચવું સરળ ન હતું.
પૈસા કમાંવવ ક્યાંય જવું નથી પડતું અને ઘર બેઠા કમાણી કરે છે. આ સફળતાનું કારણ એ છે કે,હસ્તકલા થી બનાવેલી વસ્તુઓની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. તેથી ઘણા એનજીઓએ આ મહિલાઓને તાલીમ આપવા માટે અને પ્રોડક્ટ બનાવી ને વેચવા માટે ઘણી મદદ કરી હતી. આજે આ સંસ્થાની વાર્ષિક આવક કરોડો રૂપિયા સુધી પહોંચી છે. આ કાર્ય માટે રુમા દેવીને ઘણા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.આ મહિલાએ ગામમાં રહીને જ દરેક કાર્યની શરૂઆત કરીને સફળતા મેળવી હતી તેથી રુમાને વિદેશ પ્રવાસ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આજે તે અનેક મહિલાઓ માટે રોજગારી પુરી પાડે છે.ખરેખર ધન્ય છે. આ મહિલાની કામગીરીને જેને આપમેળે અનેક લોકોને રોજગારી પુરી પાડી અને સફળતા મેળવી.
