ગુજરાત ના આ ગામ થી છે ગીતા બેન રબારી ! ગાયક બન્યા બાદ એવુ રોયલ જીવન જીવે છે કે ફોટા જોઈ તમે પણ…
ગુજરાતમાં લોકપ્રિય ગાયક કલાકારોમાં ગીતાબેન રબારીનું નામ મોખરે આવે. એક સમય એવો હતો જ્યારે લોકો તેમને ઓળખતા નાં હતા પરંતુ આજે ગીતાબેનનું નામ વિદેશોમાં પણ એટલું જ લોકપ્રિય છે. ખરેખર આ એક ખૂબ જ આશ્ચયજનક વાતા છે પરંતુ તેની પાછળ રહેલ અથાગ મહેનત રહેલી છે. ચાલો અમે આજે આપણે એમના જીવન વિશે જાણીએ કે કંઈ રીતે ગીતાબેન ગુજરાતનાં લોકપ્રિય ગાયક બન્યાં.

ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો.ગીતા બેન રબારી એ માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના લોકપ્રિય સિંગર માંથી એક છે. સંગીતની કળા તો તેમને જન્મજાત મળેલ. ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.

ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી.શરૂઆતમાં તેઓ ગીતા ભજન,લોકગીત,સંતવાણી,ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી .જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા.ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા.

ગીતાબેન ને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મનુ રબારીનો સાથ મળ્યો અને તેમની સાથે ગીતો ગાવાનું શરૂ કર્યું. એકલો રબારી અને ત્યારબાદ રોણા શેરમાં ગીત ગાઈને ગીતાબેન રબારી એ ગુજરાતીઓનું દિલ જીતી લીધું અને એ દિવસ પછી ગીતાબેન રબારી એ ક્યારેય પાછળ ફરીને જોયુ જ નથી.

આજે ગીતા બહેનનું જીવન ખૂબ જ વૈભવશાળી છે તેમજ તેમને એક અતિ આલીશાન બંગલો પણ બનાવ્યો છે. આ બંગાલાનું નામ તેમણે પોતાની માતાના નામે રાખ્યું છે તેમજ હાલમાં જ તેમને કિંમતી એક કાર પણ ખરીદી છે. તેમનું જીવન ખૂબ જ લક્ઝ્યુરિયસ છે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને ગીતાબેનના જીવન પરથી એટલું તો જરૂર કહી શકાય કે જીવનના સફળતા જરૂર મળે જો તને તમારા સપનાને સાકાર કરવા માટે મહેનત કરો.
