ભગવાન આવા દીકરા કોઈ ને નો દે ! માતા ના મૃત્યુ બાદ માતા ના અંતીમ સંસ્કાર કરવાનો પણ સમય નથી , જાણો ક્યા ની ઘટના
આ જગતમાં માં થી મોટું કોઈ નથી! માંના પ્રેમ માટે તો લોકો તરસે છે પરંતુ આજના સમયમાં એવા પણ ઘણા દીકરાઓ હોય છે, જે પોતાની માંની કિંમત ભૂલી જાય છે. જે મા એ નવ મહિના સુધી ભાર ઝીલ્યો હોય એ જ સંતાનો જ્યારે તેમનો અસ્વીકાર કરે, ત્યારે એ માનું હૈયું કેટલું દુભાતું હશે. આજે આપણે અમે આપને એક એવી જ કરુણદાયક ઘટના વિશે જણાવશું. વાત જાણે એમ છે કે, આ ઘટના જાણીને તમે કહેશો કે ભગવાન આવા દીકરા કોઈ ને નો દે ! માતા ના મૃત્યુ બાદ માતા ના અંતીમ સંસ્કાર કરવાનો પણ સમય નથી.
આ વાત સાંભળીને કોઈપણનું હૈયું દ્રવી ઉઠે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના ખંડવામાં એક મહિલાનો મૃતદેહ ત્રણ દિવસથી હોસ્પિટલના શબઘરમાં અંતિમસંસ્કાર માટે રાહ જોઈ રહ્યો છે. હવે વિચાર કરો કે આજનાં સમયમાં કેવા દિવસો આવી ગયા છે. તમને જાણીને આશ્ચય થશે કે માતાને દીકરાના હાથે મુખાગ્નિ તો દૂર પરિવાર તરફથી કફન પણ મળ્યુ નથી. પોલીસ ચાર દિવસથી તેના અંતિમ સંસ્કારની વિધિ માટે દીકરા તથા પરિવારને ફોન કરી સંપર્ક કરી રહ્યા છે.
દીકરો તપ પથ્થર કરતાંય કઠિન નીકળો કારણ કે, દીકરા પાસે સમય નહીં હોવાથી માતાના અંતિમ સંસ્કાર કરવાનું ના પાડી દીધી. આ દુઃખ દાયી ઘટના છે, જિલ્લાના વણી ગામમાં રહેતી 55 વર્ષિય પુષ્પાની છે.ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે 25 મેના રોજ પુષ્પાની દીકરી, ભત્રીજો અને ભત્રીજી સાથે કારમાં બેતૂલનાના દેસલીથી ઓંકારેશ્વર તરફ જઈ રહ્યા હતા. દેસલી ગામ નજીક કારનું સ્ટેયરિંગ ફેલ થઈ ગયું અને તે પટલી ખાઈ ગઈ હતી.
જેમાં પૂષ્પાને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અભિષેક પુષ્પાના મૃતદેહને ત્યા છોડીને જતો રહ્યો હતો.પુષ્પા દીકરીઓ સાથે રહેતી હતી. સન્ની વણીમાં જ રહે છે અને ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ છે. મોઘટ પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમણે દીકરાને ફોન કરી માતાના અંતિમ સંસ્કાર માટે ખંડવા બોલાવ્યો તો તેણે કહ્યું હું આવી શકુ તેમ નથી. મારો કોઈ જ મતલબ એટલે કે લેવાદેવા નથી. મારી પાસે સમય નથી. પોલીસે અન્ય પરિવારમાં સભ્યોને જાણ કરતા દરેક લોકોએ નાં આવવાનાં અનેક કારણો જણાવેલ.