ઘરે પુત્રી નો જન્મ થતા સાણંદ ના પરિવારે આટલા લાખનુ સોનું અંબાજી મંદિર એ ચડાવ્યુ ! પરીવારે માનતા રાખી હતી કે..
આપણે ત્યાં દીકરી જન્મતા જ દરેકના ચહેરા પર ખુશી નથી દેખાતી કારણ કે, મોટાભાગનાં વ્યક્તિઓને દીકરાનો મોહ હોય છે. ખરેખર દીકરી તો ભાગ્યવાન હોય તેના ઘરે જ જન્મે છે. તમે સાંભળ્યું હશે કે, લોકો દીકરાની માનતા માને પરંતુ સાંણદના પરિવારે દીકરી જન્મની માનતા રાખી અને દિકરી જન્મતા જ અંબાજી મંદિર ખાતે 251 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. ખરેખર આ એક અતિ પ્રેરણાદાયી વાત છે.
આપણે જાણીએ છે કે, હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બીજા નોરતે જ સાણંદના માઇ ભક્તના ઘરે માનતા માન્યા બાદ પુત્રીનો જન્મ થતાં અંબાજી પહોચ્યા હતાં. અંબાજી મંદિર ખાતે પુત્રીને સાથે લઈ સાણંદના માઇભક્તે સોનાનું દાન આપ્યું છે. મોટા ભાગે લોકો પુત્ર માટે માનતા રાખતા હોય છે, ત્યારે સાણંદના માઇભક્તે પુત્રી જન્મની માનતા માની હતી. પુત્રીનો જન્મ થતાં પરિવાર સાથે અંબાજી પહોંચી અંબાજી મંદિરમાં 13.11 લાખના સોનાનું દાન કર્યું છે.
તમને જાણીને આશ્ચય થશે કે, દીકરીના દાદાએ માનતા માની હતી કે, પોતાના પુત્રના ઘરે પુત્રીનો જન્મ થાય તો 251 ગ્રામ સોનાનુ માતાજીને દાન કરીશું. ત્યારે માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરતા પરિવાર સાથે આજે સોનુ દાન કરવા આવ્યાં હતાં. અંબાજી મંદિરને નવરાત્રિના પાવન બીજા દિવસે સુવર્ણદાન મળ્યું છે. સાણંદના માઇભક્ત દ્વારા દાન કરેલા સોનાની કુલ કિંમત 13.11 અંદાજીત છે.
આ દાન વિશે વિગતવાર જાણીએ તો, 251ગ્રામ સોનામમાં સો-સો ગ્રામના બે બિસ્કીટ અને 50 ગ્રામનું એક બિસ્કીટ અને એક ગ્રામની લગડી એમ મળી કુલ 251 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું. સાણંદના માઇભક્ત પરિવારની માતાજીએ મનોકામના પૂર્ણ કરતા આજે અંબાજી મંદિર આવી સોનુ દાન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. ખરેખર આ ઘટના પરથી એક વાત તો શીખવી જોઈએ કે, દીકરી એ ભાર નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. વિચાર કરો કે, આ વ્યક્તિની દીકરી કેટલી ઝંખના હશે કે તેમને માનતા માનવી પડી.