ખેતર મા કામ કરતી દિકરી કોઈ સામાન્ય નથી! DySp અને એશિયન ગેમ્સ મા મેડલ જીતનારી..
કહેવાય છે ને કે, આ જગતમાં સ્ત્રીઓ પુરુષો કરતાંય વધુ આગળ નીકળી ગઈ છે. આજના સમયમાં એવી ઘણી સ્ત્રીઓ છે જેને અનોખી સિદ્ધિઓ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. આપણે સૌ કોઇ જાણીએ છે કેઆંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂકી છે.
હાલમાં જ સરિતા નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ખેતી કામ કરી રહી છે. વીડિયો જોતાં લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવ્યા બાદ પણ સરિતા ગાયકવાડ તેના પરિવારનો પરંપરાગત ખેતીનો વ્યવસાય ભૂલી નથી. આજે પણ તે તેના પરિવારને ખેતીમાં મદદ કરાવે છે.
એશિયન ગેમ્સ-2018માં સરિતા ગાયકવાડે 4 બાય 400 મીટર રીલે રેસમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગાયકવાડને તેની આ સિદ્ધિ બદલ તેને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે નોકરી આપવામાં આવી છે. ગુજરાત પોલીસના જવાનોને એથ્લેટિક્સની તાલીમ આપવાનું કામ પણ સરિતા ગાયકવાડને સોંપવામાં આવ્યું હતું.
ગીતા આટલા ઉચ્ચા પદે હોવા છતાંય પણ આટલો સરળ સ્વભાવ ધરાવે છે અને આજે પણ તેઓ ખેતી કરવાનું નથી ભૂલ્યા. પોતાના જીવનકાળ દરમિયાન સરિતાએ ખૂબ જ સંઘર્ષ કર્યો અને આટલી સફળતા હાંસિલ કરી. ત્યારે ખરેખર ગર્વ અનુભવવા જેવી વાત છે. આ વિડિયો દ્વારા તેમને યુવાનોને પ્રેરતિ કર્યા છે અને ખેતી પ્રત્યે માર્ગ ચીંધ્યો છે.