India

આ ભાઈ છે હાલતી ચાલતી ગોલ્ડની દુકાન! એટલા કિલો સોનું પહેરીને ફરે છે કે તસવીરો જોઈને તમારા હોંશ ઉડી જશે….

દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખદાયી અને આરામ દાયજ ઇચ્છતો હોય છે. પોતાના જીવનની દરેક વસ્તુઓ તેના માટે ખૂબ જ ખાસ હોય છે. આપણે જાણીએ છે કે, દરેક વ્યક્તિનાં વીચારો સરખા નથી હોતા. ઘણા વ્યક્તિઓને કાર નો શોખ હોય છે તો કોઈ વ્યક્તિ અવનવા કપડાં પહેરવાનો હોય છે તો કોઈ વ્યક્તિને સોનાના આભૂષણો પહેરવાનો શોખ હોય છે.જ્યારે સોનાની વાત આવે ત્યારે સૌથી પહેલા બપ્પી લહેરીની યાદ આવી જાય.


બપ્પી લહેરી ને ખૂબ જ શોખ હતો. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેનએ જોઈને તમે મોહી જશો. રાજસ્થાનમાં પણ એક માણસ સોનાનો શોખીન છે. ચિત્તોડગઢમાં રહેતા કન્હૈયા લાલ ખટીક સોનાની હાલતી ચાલતી દુકાન છે. એટલું સોનું પહેરે છે કે લોકો તેને મેવાડના બપ્પી લાહિરી કહેવા લાગ્યા.


તેમને રાજસ્થાનના ગોલ્ડમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.કનૈયા લાલ એ તેમના એક મિત્રે એકવાર તેમને પહેરવા માટે સોનાની ચેઈન આપી હતી. ત્યારથી મને સોનું પહેરવાનો શોખ થઈ ગયો છે. મને બપ્પી લાહિરીનાં ગીતો સાંભળવા પણ ખુબ ગમે છે.કનૈયાલાલ 15 વર્ષ પહેલાં ચિત્તોડ બસ સ્ટેન્ડ પર ફળોની લારી ચલાવતા હતા. ત્યારે તેમને સોનાનો એટલો શોખ નહોતો. તેના એક મિત્રએ બે તોલાની ચેઈન પહેરાવી ત્યારથી જ સોનાનો ખુબ શોખ જાગ્યો. કાશ્મીરથી સફરજન ની ટ્રકો મગાવવાની શરૂ કરી

આ કામ એટલું ખીલ્યું કે 4 વર્ષ પછી તેના દિવસો બદલાઈ ગયા.હવે તેમનું નામ શાહુકારોમાં ગણવામાં આવી રહ્યું છે.કનૈયા લાલ કુલ 3.5 કિલો સોનું પહેરે છે. તેઓ કહે છે- 2014-15 ના વર્ષ માં સીપી જોશીએ લોકસભા ચૂંટણી દરમિયાન તેમનો પરિચય બપ્પી લાહિરી સાથે કરાવ્યો હતો. બપ્પી દા તેમને જોઈને ચોંકી ગયા. ભારતમાં કોઈક તો તેમના જેવું કોઈ છે, જે ઘણા સોનાના આભૂષણો પહેરે છે.

હંમેશા પોતાના શરીર પર લગભગ સાડા ત્રણ કિલો સોનું પહેરે છે. તેના ગળામાં દરેક સમયે સોનાની ડઝનબંધ ચેન હોય છે, તેના હાથની બધી આંગળીઓમાં સોનાની વીંટી હોય છે, તેના કાંડામાં મોટી બંગડીઓ હોય છે. તેના ચપ્પલ અને મોબાઈલમાં પણ અનેક તોલા સોનું છે.

કન્હૈયા લાલ ખટીક ખૂબ જ ગરીબ હતા અને 20 વર્ષ પહેલા તે ચિત્તોડગઢમાં શાકભાજીનો સ્ટોલ હતો. જીવનમાં વળાંકત્યારે આવ્યો જ્યારે કન્હૈયા લાલનો કાશ્મીરમાંથી સફરજન વેચવાનો ધંધો ચાલવા લાગ્યો. આ પછી કન્હૈયા લાલે સોનું પહેરવાનો શોખ પૂરો કર્યો. હવે કન્હૈયા લાલને ગોલ્ડમેન તરીકે ખ્યાતિ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!