ગોંડલ ના 23 વર્ષ ના યુવાને કારખાના મા જ ગળાંફાસો ખાઇ જીવન ટુકાવી લીધુ ! આપઘાત કરવાનું કારણ
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી આત્મહત્યા અનેક કિસ્સઓ બની રહ્યા છે.હજી કાલે જ કપડવંજ માંથી એક ઘટના સામે આવી હતી જેમાં એક પિતાએ પોતાની દીકરીને મૌતને ઘાટ ઉતારીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. એવામાં હાલ ગોંડલ તાલુકામાંથી આત્મહત્યાની આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવક જે કારખાનામાં કામ કરતો હતો તે જ કારખાનામાં ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પણ ભારે અરેરાટી ફેલાય ગઈ હતી.
ગોંડલ તાલુકાના ભરૂડી ગામ નજીક આવેલ સરવેલ હાઉસ હોલ્ડ એપલાઈન્સીસ નામના કારખાનામાં કામ કરતા આ યુવકે કરાહખાનાની અંદર જ પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાય લીધો હતો. જણાવી દઈએ કે મૃતક યુવક છેલ્લા એક વર્ષથી કારખાનામાં મશીન ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને એવામાં અચાનક જ તેણે જીવન ટૂંકાવી લેતા તેની સાથે કામ કરતા કર્મચારીઓ તો શોકમાં જ ગરકાવ થયા હતા.
દીકરાનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જયારે પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી અને મૃતક યુવકના મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવકનું નામ ચિરાગ દિનેશભાઇ પરમાર(ઉ.વ.23) હતું, જેને અગમ્ય કારણોસર કારખાનામાં જ દોરી પંખા સાથે બાંધીને ગળાફાંસો ખાય લીધો હતો.
જાણવા મળ્યું છે કે મૃતક યુવકના પરિવારજનોમાં માતા-પિતા અને એક મોટી બહેન છે, પિતા છૂટક મજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવતા. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર સામે આવ્યું છે કે મૃતક યુવકનો એક નાનો ભાઈ પણ હતો જે લગભગ 3થી4 વર્ષ પેહલા આકસ્મિક મૌત પામ્યો હતો. પોતાના એકના એક જીવિત દીકરાને ગુમાવી દેતા માતા-પિતા પર જાને દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ બની હતી.