બગીચા મા રમતા રમતા જ બાળક નો જીવ વયો ગયો ! દરેક માતા પિતા માટે ચેતવણીરુપ કિસ્સો
હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી ઘટના બની છે. આ કિસ્સો દરેક માતા પિતાઓ માટે ચેતવણી રૂપ સમાન છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી ગાર્ડનમાં મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય કિશોર ગઈકાલે અકસ્માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી ગયો હતો અને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા કે કિશોર ને તબીબે મૃત જાહેર કર્યો હતો. તેમજ અકાળે એકના એક પુત્રને ખોઈ બેસતા માતા-પિતા સહિત પરિવાર શોકમય વાતાવરણ છવાઈ જશે. આ ઘટના અંગે વધુ વિગત વાર માહિતી જાણીએ તો ડ્રાઇવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક 15 વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગવતસિંહજી ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે ગયો હતો.
ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી ગઈ હતી. મુત્યુ નાં એક દિવસ પહેલા સવારે અમે બાપ-દીકરો સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમિશન પણ મળી ગયું હતું. ફોર્મ ભરતી વેળાએ તેણે મને કહ્યું હતું કે પપ્પા હું ફોર્મમાં અંગ્રેજીમાં સહી કરી આપું છું અને તેણે સહી પણ કરી હતી.સોમવારથી સ્કૂલ શરૂ થઈ રહી હોય રજાના એકાદ-બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્યો હતો અને આવી દુઃખ પરિસ્થિતિ સર્જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
