ગોંડલ :પરણીત પ્રેમીકાને મળવા પહોંચ્યો યુવાન અને થોડી વારમા જ એવું બન્યું કે યુવાનના રામ રમી ગયા ! જાણો પુરી ઘટના
હાલ ના સમય મા ગોંડલ માથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણા એક 30 વર્ષિય યુવાન નુ રહસ્ય સંજોગો મા મોત થયું છે જેમા યુવાન ને પરણીત સ્ત્રી સાથે પ્રેમ સબંધ હતો અને તેના જ ઘરે મોત થતા પરણીતા એ ચોંકવાનારો દાવો કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગોંડલ ઉમવાડા જકાતનાકા મા આ ઘટના બની હતી જેમા એક યુવાને પાડશ મા રહેતી પરિણીતા સાથે આંખ મળી હતી જ્યાર બાદ અવારનવાર યુવક તેના ઘરે મળવા જતો હતો. ત્યારે આ યુવક તાજેતર મા જ પોતની પરણીત પ્રેમીકા ને મળવા ગયો હતો જ્યારે થોડા સમય બાદ યુવાન ની લાશ ત્યા થી જ મળી આવતા ચકચાર મચી ગયો હતો. જ્યારે આ અંગે પરિણીત પ્રેમીકા એ પોલીસને જણાવ્યુ હતુ કે યુવકે આપઘાત કરવાની પ્રયાસ કર્યો હતો જયાર બાદ તેનું મોત થયું હતુ.
આ ઘટના મા મૃતક નુ નામ સંદીપ ધનસુખભાઈ સોલંકી જાણવા મળ્યુ હતુ છે જયારે ગોંડલના ઉમવાડા જકાતનાકા તે રહેતો હતો જયારે પાડશ મા જ રહેતા મુળ નેપાળ ની પરણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો જયારે પરણીતા નો પતિ ફાસ્ટ ફુડ મા નોકરી કરે છે. જ્યારે તેની ગેરહાજરી મા સંદીપ પરણીતા ને મળવા ગયો હતો.
જયારે સંદીપ તેને મળવા ગયો હતો ત્યારે બન્ને વચે બોલાચાલી થઇ હતી બાદ ઉશ્કેરાઈ ગયેલા યુવકે પ્રેમિકાની ચૂંદડીથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિણિતાનું કહેવું છે કે, આ ઘટના બાદ તેણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ચૂંદડી કાપી નાખી હતી. એટલે યુવક નીચે પટકાયો હતો પણ આ દરમિયાન તેના રામ રમી ગયા હતા. જયારે આ અંગે પોલીસ ઉંડાણ પુર્વક તપાસ કરી રહી છે. જ્યારે ફોરેન્સક રીપોર્ટ આવ્યા બાદ ઘટના વધું સ્પષ્ટ થશે.