ગોંડલ : મધમાખીઓએ 4 બાળકો પર હુમલો કર્યો, વૃદ્ધ ખેડૂતે ડંખ ખાઈ મોત મીઠું કરી બાળકોનો જીવ બચાવ્યો
ગોંડલના છાપરા ગામે એક ખુબ જ દુખ દ ઘટના સામે આવી છે જેમા એક ઝેરી મધુમાખીના પુડાને બાઝે છંછેડતા મધુમાખી ઓ વીફરી અહી અને ચાર જેટલા બાળકો પર હુમલો કર્યો હતા આ દરમ્યાન મા એક વૃધ્ધ ખેડૂતને આ બાબત નજરે ચડતા ચારે બાળકો નો જીવ બચાવ્યો હતો અને બચાવવા જતા વૃધ્ધને ઝેરી મધમાખીઓ ચોટી હતી અને વૃધ્ધેખેડૂત ને જીવ ગુમાવ્યો હતો.
જામવા મળતી વિગતો અનુસાર ગોંડલ તાલુકા ના છાપરા ગામે રહેતા અના ખેતીના આમ સાથે જોડાયેલા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉંમર વર્ષ 69) જયારે પોતાના ઘરે હતા ત્યારે આકાશ માંથી બાજે ઝેરી મધમાખીઓના પુડાને છંછેડયુ હતુ અને રોષે ભરાયલ મધુમાખીઓ એ બાજુના ખેરતમા રમી રહેલા શ્રમીક પરીવાર ના બાળકો પર અનેક કર્યો હતો.
આ બાબત દામજીભાઈ નો નજરે પડતા તેવો તરત બાળકોને બચાવવા દોડી ગયા હતા અને મધુમાખી થી બચાવવા માટે બાળકો ને નજીક ના ગોડાઉનમા ધકેલી દઈ ને દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમ્યાન મા ઝેરી મધમાખીઓ એ દામજીભાઈ ને અસંખ્ય ડંખ મારી માર્યા હતા અને ઈજાઓ પહોચાડી હતી બાદ મા દામજીભાઈને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
દામજી ભાઈ ની ઉમર 69 વર્ષ ની હતી જયારે ચાર બાળકો ની ઉમર 1.5 થી 6 વર્ષ સુધીની હતી. દામજીભાઈ એ પોતાના જીવ ની પરવાહ કર્યા વગર ચાર બાળકો ના જીવ બચાવી લીધા હતા. દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે દામજીભાઈ સેવાભાવી સ્વભાવ ના હોય વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ પણ કરી હતી તેઓના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું