ગોંડલ : 15 વર્ષ ની સગીરા ગર્ભવતી થઈ ! દુષ્કર્મ કરનાર બીજુ કોઈ નહી પણ પોતાના જ…
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈને કોઈ યુવતી કે બાળકી દુષ્કર્મનો ભોગ બનેલી હોય ત્યારે ખાસ કરીને મોટા સિટીમાં આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે ત્યારે તાજેતરમાં જ ગોંડલમાં એક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં ૧૫ વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો રાજકોટ શહેરના ગોંડલમાં મા આ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં ૧૫ વર્ષની સગીરા શારીરિક શોષણનો ભોગ બની છે. મૂળ મધ્યપ્રદેશની આ સગીરા રાજકોટના ગોંડલ પરિવાર પાસે આવી હતી ત્યારે પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જયા જાણવા મળ્યું હતું કે સગીરા ગર્ભવતી છે આ જાણી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ સગીરા મધ્યપ્રદેશ રહેતી હતી અને બે દિવસ અગાઉ જ ગોંડલ આવી હતી ત્યારે આ બાબતની જાણ થઈ હતી આ ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી હતી જેમાં સગીરાના નિવેદનના આધારે જ્યારે મધ્યપ્રદેશ રહેતી હતી ત્યારે સગીરાના પિતા ના મોટા ભાઈએ જ આ કુકર્મ આચર્યું હતું તે વિગત સામે આવી હતી કુકર્મ બાદ પીડિતાને ગર્ભ રહી ગાયો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ઘટનાની અગાઉ પણ એક એવી ઘટના સામે આવી હતી જેમાં એક મોટી ઉંમરના વ્યક્તિ એ માત્ર પાંચ વર્ષની બાળકીને ફોસલાવીને દુષ્કર્મ કર્યું હતું આ ઘટનામાં પણ આરોપી મૂળ વતન મધ્ય પ્રદેશ હતું જ્યારે અવાર નવાર થતી આવી ઘટનાઓ પર અંકુશ લાવો જરૂરી બની ગયો છે
