Gujarat

ગોંડલના દેરડીકુંભાજીમાં લોકડાયરામાં આ નેતા પર નોટોનો વરસાદ થયો , સ્ટેજ નોટોથી ઉભરાયું ! જુવો વિડીઓ

લોક ડાયરો એટલે મોજ! આપણે અત્યાર સુધી અનેક લોકડાયરા માણ્યા હશે. હાલમાં એક એવો લોક ડાયરો યોજાયો જેમાં ગોંડલના દેરડીકુંભાજીમાં એક નેતા પર નોટોનો વરસાદ થયો , સ્ટેજ નોટોથી ઉભરાયું ! ચાલો આ ઘટના વિશે વધુ માહિતી આપીએ કે, આ નેતા કોણ છે. ખરેખર આ ઘટના સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ.વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલના દેરડીકુંભાજી ગામમાં રૈયાણી પરિવારના મંદિરે યજ્ઞ યોજાયો હતો. આ જ કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યકક્ષાના મંત્રી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પણ હાજરી આપી હતી. ત્યારે એક એવું દર્શત સર્જાયું જે કદાચ ભાગ્યે જ બન્યું હશે. આ લોક ડાયરામાં રાત્રે ઓસમાણ મીરના રમઝટ બોલાવી હતી. રૈયાણી પરિવારે અરવિંદ રૈયાણી પર અઢળક રૂપિયા ઉડાડ્યા હતા.

સ્ટેજ ઉપર તો પાથરણાની જગ્યાએ માત્રને માત્ર પૈસા જ હતા અને એક ક્ષણે તો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે સ્ટેજ રૂપિયાની નોટોથી ઢંકાય ગયું હતું. આ લોક ડાયરામાં ‘ધમધમે નગારા રે…મારી ખોડિયારના ધામમાં’ ગીત ગાતા જ રૈયાણી પરિવારનો લોકો અરવિંદ રૈયાણી પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા. અરવિંદ રૈયાણીએ રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પાસે આવ્યા હતા અને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ કે, લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૈસા લોકોએ એટલા ઉડાવ્યા કે, સ્ટેજ નીચે પણ રૂપિયાની નોટોની ચાદર પથરાઇ ગઈ હતી. લાખો રૂપિયા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ચૈત્ર મહિનામાં ગામોગામ યજ્ઞ, ભાગવત સપ્તાહ, રામ પારાયણ અને શિવકથાના આયોજનો ચાલી રહ્યા છે. સાથોસાથ રાત્રે લોકડાયરાના પણ આયોજનો કરવામાં આવી રહ્યા છે.આમ પણ કહેવાય છે ને કે, લોક ડાયરામાં અત્યાર સુધી કલાકારો પર પૈસા ઉડાવવામાં આવે છે પરંતુ આ પહેલીવાર બન્યું એવું કે, નેતા પર પૈસા ઉડાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!