આલિયા ભટ્ટ ના લગ્ન ના બે મહીના જ થયા છે ત્યા એવા સમાચાર આવ્યા કે જાણી એ તમને પણ ચોકી જશો…
હાલમા જ બૉલી વુડ માં શરણાય ના સૂર વાગ્યા હતા અને હવે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે થોડા સમયમાં કપૂર પરિવારના આગણે બાળકની કિલકારી ગુંજશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે રણબીર અને આલિયા એ હાલમા જ 2 મહિના પહેલાલગ્ન કર્યા અને પતિ પત્ની બન્યા. આ વાત થી સૌથી વધુ ખુશ ચાહકો હતા અને ચાહકોની ખુશીમાં વધારો થશે કારણ કે હાલમાં જ આલિયા ભટ્ટ ના લગ્ન ના બે મહીના જ થયા છે ત્યા એવા સમાચાર આવ્યા કે જાણી એ તમને પણ ચોકી જશો.
આજ આખો દિવસ સોશિયલ મીડિયામાં માત્ર આલિયા અને રણબીર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે, કપૂર પરિવારનો એક નવું સભ્ય આવી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે . આ ખુશ ખબર આલિયા ભટ્ટે આજે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ખુશખબરી જાહેર કરી છે.
આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા છે. આલિયા ભટ્ટ હોસ્પિટલના બેડ પર સૂતી છે અને અલ્ટ્રાસાઉન્ડ મશીનની સ્ક્રીન પર જોઈ રહી છે. સાથે જ માથે કેપ પહેરીને રણબીર કપૂર પણ ત્યાં ઉભો છે અને તે પણ સ્ક્રીન સામે જોઈ રહ્યો છે. આલિયાએ કેપ્શનમાં ‘અવર બેબી… કમિંગ સૂન’ લખ્યું છે. આ સાથે જ તેણે અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીન પર હાર્ટનું ઈમોજી મુક્યું છે.
રણબીર અને આલિયા ગત 14 એપ્રિલના રોજ લગ્નના બંધનથી જોડાયા હતા અને હવે જૂન મહિના અંતમાં જ માતા પિતા બની જતા સોશિયલ મીડિયા મિમ્સ દ્વારા મજાક કરી રહ્યા છે. ખરેખર આ ખબર ખુશીની સાથે હાસ્યજનક બની ગઈ છે, હવે તો સૌ કોઈ બેબી ની આવવાની રાહ જોશે કે રણબીર અને આલિયા ને ત્યાં દીકરો આવશે કે દીકરી! એ રસપ્રદ વાત છે.