Sports

ઈરફાન પઠાણ ના ઘરે ખુશી ના સમાચાર આવ્યા ! ઘરે દીકરા નો જન્મ થતા નામ રાખ્યુ સલે..

હાલમાં જ બોલીવુડમાં અને ક્રિકેટ જગતમાં અનેક ખુશીઓની ખબર આવી રહી છે, ત્યારે હાલમાં જ એક ફરી ખુશીનાં સમાચાર સામે આવ્યા હતા. આ કોઈ સામન્ય વાત નથી કરણ કે, આપણે જાણીએ છે કે, જ્યારે હાર્દીક પટેલ અને વિરાટ કોહલી ને ત્યાં દિકરા અને દીકરી નો જન્મ થતા જેટલી ખુશીઓ તેમના પરિવારમાં ન હોય એના થી વધારે ખુશીઓ તેમના ચાહકવર્ગમાં જ જોવા મળે છે. ત્યારે હાલમાં જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ટીમના પૂર્વ પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ બીજીવાર પિતા બન્યા છે.

.આ વાત ની ખબર તેમને ટ્વિટર દ્વારા આપી હતી. ઇરફાન ઠાણની પત્નીએ 28 ડિસેમ્બરે બીજા પુત્રને જન્મ આપ્યો છે અને તેનું નામ સુલેમાન ખાન રાખવામાં આવ્યું છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યુ કે, તેની પત્ની સફા અને પુત્ર બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેણે પોતાના પુત્રની સાથે એક તસવીર પણ શેર કરી છે. આ વાત ની જાણ થતાં જ તેમના ચાહકવર્ગો અને ક્રિકેટ જગતના લોકોએ શુભેચ્છાઓ પાઠવ્યા હતા.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઇરફાન પઠાણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તે કોમેન્ટ્રેટર તથા ક્રિકેટ એક્સપર્ટના રૂપમાં કામ કરી રહ્યો છે. ભારત માટે તેણે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 100 વિકેટ તો વનડેમાં તેના નામે 173 વિકેટ છે. આ સિવાય ટી20 આંતરરાષ્ટ્રીયમાં પઠાણના નામે 28 વિકેટ નોંધાયેલી છે.

વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની ત્યારે પઠાણ તે ટીમનો સફ્ય હતો. તો પઠાણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ઈનિંગની પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર પણ છે. તેણે આ સિદ્ધિ 2006માં પાકિસ્તાન વિરુદ્ધ હાસિલ કરી હતી. ઇરફાન પઠાણે ભારતીય ટીમ માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2012માં રમી હતી. હાલના તો હવે તે પોતાનો સમય તેના દીકરા અને પત્ની સાથે વિતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!