આમ આદમી પાર્ટી ના પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા ના ઘરે પારણું બંધાયું ! ફોટો શેર કરી લખ્યુ કે ” ખોડિયાર માતાજી..
હાલમાં ગુજરાતમાં ભાજપ અને આપ ખરાખરી જંગ ખેલી રહી છે કારણ કે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આપ ખૂબ જ ચર્ચામાં છે એવામાં હાલમાં જ આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉપર હાલમાં મોટું સંકટ આવ્યું હતું કારણ કે, ગોપાલ ઇટાલિયાએ મોદીજી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું જેથી કેન્દ્ર સરકાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક તરફ ગોપાલ પર સંકટોનાં વાદળો છવાયેલા છે, એવામાં હાલમાં જ ગોપાલ ઇટાલિયનાં ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
હાલમાં જ સોશીયલ મીડિયામાં જાણવા મળ્યું છે કે, ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પિતા બની ગયા છે. 33 વર્ષીય ઈટાલિયાના ઘેર દીકરીનો જન્મ થયો છે જેથી તેમને આ ખુશીનો અવસર લોકો સાથે શેર કરી છે. પોતાની વ્હાલી દીકરી સાથે ખૂબ જ પ્રેમાળ તસ્વીરો શેર કરીને એક ખૂબ જ હદયસ્પર્શી કેપશન લખ્યું છે. આ વાત જાણીને તમારી આંખમાં આંસુઓ આવી જશે.
ફેસબુકમાં દીકરીની તસ્વીરો પોસ્ટ કરતા જ ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે, ગઈકાલે જ મા ખોડિયાર અને મા ઉમિયાના દર્શન કરીને આશીર્વાદ લીધા બાદ રાત્રે જ મારા ઘેર લક્ષ્મી સ્વરુપ માતાજીનો જન્મ થયો છે. દીકરીનો બાપ બનાવવા બદલ પરમ કૃપાળુ ઈશ્વરનો આભાર, અને વ્હાલી લક્ષ્મીના હરખથી વધામણા. ગોપાલ ઈટાલિયાની પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો તેમને કૉમેન્ટ કરીને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાનું હાલમાં ખૂબ જ પ્રભુત્વ છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સીએમ પદનાં ઉમેદવાર તરીકે ઉભરી આવે તો નવીન નહિ. ગોપાલ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ અને ક્લાર્ક રહી ચૂકેલ છે અને સૌથી ખાસ વાત એ કે તેમણે સરકારી નોકરી છોડીને સામાજીક કાર્ય શરુ કર્યું હતું, અને પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ સાથે સ્ટેજ શેર કરીને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા.
હાલમાં ગોપાલ ઈટાલિયા મોટી સંખ્યામાં સમર્થકો પણ ધરાવે છે. તેઓ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેમની આવડત અને રાજનીતિ કુશળતાને કારણે ઈટાલિયાને પક્ષના પ્રદેશ પ્રમુખ બનાવી તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કેજરીવાલના સૌથી નજીકના નેતાઓમાંના એક ગણાય છે.ગઈકાલે જ ઈટાલિયાએ સિદસર અને ખોડલધામના દર્શન કર્યા હતા. આ બંને સંસ્થા સાથે મોટી સંખ્યામાં પાટીદારો જોડાયેલા છે. એક અહેવાલ અનુસાર, ઈટાલિયા કોઈ શહેરી વિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી તેમની બેઠક ફાઈનલ નથી થઈ અને તેના માટે પાર્ટી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.