ટેલિવુડના લોકપ્રિય અભિનેત્રી તબ્બસુ ગોવિલનું થયું દુઃખદ નિધન, રામાયણનાં રામ અરુણ ગોવિલ સાથે હતો ખાસ સંબંધ….
મોત ક્યારે જીવનનાં દ્વારે આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક એવી દુઃખ ઘટના બનીને જાણીને તમે પણ ચોંકી જશો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ટેલીવિઝનતેમજ બૉલિવૂડ જગતમાં શોકની લહેર ફરી વળી છે. લોકપ્રિય અભિનેત્રી તબ્બસુમ ગોવિલનું વર્ષની ઉંમરે કાર્ડિએક અરેસ્ટ આવવાથી નિધન થયું છે. સૌથી ખાસ વાત એ છે કે, રામાયણમાં રામનુપાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલના ભાભી છે.
તબ્બસુમ ગોવિલના 23 એપ્રિલ 2021માં નિધનનાં ખોટાં સમાચાર વાયરલ થતાં તેમણે પોતે જ જે તે ખોટાં સમાચારની તસવીર પર ફેક લખીને શૅર કરી હતી. તે દરમિયાન તેમણે કોવિડને માત આપી હતી પણ આ વખતે કાર્ડિએક અરેસ્ટને તેઓ માત આપી શક્યાં નહી અને આખરે કાર્ડિએક અરેસ્ટનાં લિધે તેમનું દુઃખ નિધન થયું છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ તો તબ્બસુમ ગોવિલ જાણીતાં અભિનેત્રી અને ટીવી હોસ્ટ હતાં.
પોતાના જીવન કાળમાં તેમણે પ્રથમ ભારતીય ટીવી ટોક શો `ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન` હોસ્ટ કર્યું અને તે માટે તેઓ ખૂબ જ લોકપ્રિય પણ થયાં. આ શૉ 1972 થી 1993 દરમિયાન પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે સંગ્રામ, જોગન, દીદાર, ધર્મપુત્ર, જોની મેરા નામ, તેરે મેરે સપને, શાદી કે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બાદ ચમેલી કી શાદીમાં પણ તેમણે કામ કર્યું.
અને આપણે પીઠ અભિનેત્રીને ગુમવી દીધા છે. તેમની પ્રાર્થનાસભા 21 નવેમ્બરના રોજ આર્ય સમાજમાં સાંતાક્રૂઝ લિંકિંગ રોડ ખાતે રાખવામાં આવી છે. હાલમાં ટીવી જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને તેમના ચાહકોને પણ આ સમાચાર થી ખૂબ જ આઘાત લાગ્યો છે,આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ તેમની આત્માને શાંતિ મળે