સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પોતાના વનત દુધાળા ગામ ને એવી ભેટ આપી કે આખુ થય ગયુ ખુશ ખુશાલ! જાણો શુ…
સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પોતાના વનત દુધાળા ગામ ને એવી ભેટ આપી કે આખુ થય ગયુ આપણે સૌ કોઇ જાણીએ છે કે, ગોવિંદભાઇ હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં જ તેમના ગામને એક ભેટ આપી છે.ખરેખર આ એક અમૂલ્ય ભેટ છે, જેનાથી તેમનું ગામ ભારતનું સૌથી પહેલું એવું ગામ બનશે કે આજ સુધી કોઈપણ એક ગામ આવી સુવિધાર્થી ભરપૂર નથી. ટૂંક સમયમાં દુધાળા ગામના ઘરે સોલર હશે.જેની કામગીરી 50% પૂર્ણતાના આરે છે. જોકે સંપૂર્ણ કામગીરી થઈ ગયા બાદ દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
ગામનાં ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ગામ માટે ખરેખર કંઈક કરી છૂટવાની ભાવનાનાં દર્શન કરાવ્યા છે. તેઓ પોતાના સ્વખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે, જેનાથી ગામ આખાને ખૂબ મોટો ફાયદો થશે.ગામમાં દર મહિને જે બિલ આવતું હતું એનાથી આખા ગામને મોટી રાહત થશે. હાલમાં ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયાં છે. જ્યારે દુધાળા ગામમાં 310 જેટલાં મકાનો આવેલાં છે, જે તમામ મકાનોમાં આ સોલર સુવિધા આપવામાં આવશે.
થોડા સમય પહેલાં ગોવિંદભાઈ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાર્યું અને એક નવી જિંદગી મળી હતી. સોલર ફિટિંગ કરાવ્યા બાદ ખૂબ ફાયદો થશે, જેમ કે લાઈટ બિલ આવતું હતું, જે આવતા મહિનેથી બંધ થશે, આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ રહી છે, જેનો અમને 25 વર્ષ સુધી ફાયદો મળવાનો છે.
ગોવિંદભાઇ ધોળકિયાના ભત્રીજા ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારા ધોળકિયા પરિવારે પ્લાન કર્યો હતો, જેથી અમે સુરતથી આજે વતન દુધાળા આવ્યા હતા. ગામ આખું ખુશ થઈ ગયું છે, આવતા દોઢ માસમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ કામગીરી ચાલી રહી છે, ગામનાં બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો ખુશ જોવા મળ્યા છે.