સૌરાષ્ટ્રના નાના એવા ગામડામા જન્મેલ ગોવિંદભાઈ કેવી રીતે બન્યા સુરતના ડાયમંડ કીંગ ?? એક સમયે પરિસ્થીતી….
આજે આપણે જાણીશું સુરત શહેરના ધનવાન ગોવિંદભાઈ ધોળકિયા વિશે. સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લામાં આવેલ ધધુકા ગામના જન્મેલ ગોવિંદભાઇ એ માત્ર 13 વર્ષની ઉંમરે મહિને 103 રૂપિયામાં હીરા ઘસવાની શરૂઆત બાદ મહેતનના જોરે ગોવિંદભાઈએ આજે કરોડોનું સામ્રાજય ખડું કર્યું છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે. પોતાના વતન માટે તેમને કરોડો રૂપિયા ખર્ચીને ગામનો વિકાસ કર્યો છે.
ચાલો અમે આપને વધુ માહિતી આપીએ કે કોણ છે ગોવિંદભાઈ ધોડકિયા.ગોવિંદભાઇ ગુજરાતના સુરતના અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે અને વર્ષોથી આરએસએસસાથે જોડાયેલા છે. તેઓ 1992ની સાલથી સક્રિય રીતે જોડાયેલા છે. ગોવિંદભાઈ ધોળકિયા આમ તો સુરતમાં શ્રીરામકૃષ્ણએક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ધરાવે છે. દેશ-વિદેશમાં તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. પરંતુ તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધુ જાણીતા છે.
તેઓ સામાજિક અને ધાર્મિક કાર્ય માટે ખૂબ જ દાન કરે છે. તેમણે રામમંદિર નિર્માણ માટે જે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ છે. હાલમાં જ રામમંદિર નિર્માણ નિધિમાં ગોવિંદભાઈ ધોળકિયાએ રુ. 11 કરોડનું દાન કર્યું હતું અને હાલમાં તેઓ પોતાના ગામમાં સોલાર પેનલ લગાવશે.ગોવિંદભાઇ ધોળકીયાનું થોડા સમય પહેલા લિવરનું ઓપરેશ કરાવેલું ત્યારબાદ સ્વસ્થ થતા ગોવિંદભાઇ ધોળકીયાને પોતાના વતન માટે કંઈક કરવાની ઈચ્છા થઈ ત્યારે સમગ્ર પરિવારે અનેક વિચારો રજૂ કર્યા પરંતુ ગોવિંદભાઇને પોતાના વતનના લોકોને કઈક અનોખી ભેટ આપી.
ગોવિંદભાઈ માત્ર 7 ચોપડી ભણ્યા હતા. હાલ તેમણે એસ આર કે કંપની ઉભી કરી છે. તેઓ પોતાના હરીફને પણ સાચી સલાહ આપે છે તથા તેને આગળ વધવાના રસ્તા બતાવે છે. ગોવિંદભાઈ હમેશાં કહે છે કે જેટલું માન બીજાને આપશો તેના કરતાં બમણું ભગવાન તમને આપશે. ખરેખર આજે તેઓ સફળ એટલે છે કે, જીવનમાં ભગવાનનું સદાય ભજન કર્યું છે. સાધુ સંતોનો રાજીપો મેળવીને અનેક સદ્દકાર્ય કરીને સફળતા મેળવી છે અને આજે તેનું પરિણામ આપણી સામે છે. તેઓ ધનવાન ભલે બની ગયા પરતું તેમનું જીવન આજે સાદગી ભર્યું છે. પહેલાની પરિસ્થિતિમાં તેમને મજૂરી કામપણ કરેલ આજે ત્યારે આટલા સફળ ધનવાન બન્યા.