સુરતના ડાયમંડ કીંગ ગોવિંદભાઈએ પોતાના મુળ વતન દૂધાળા ગામને દિવાળીની મોટી ભેટ આપી ! બે કરોડ રુપીઆના ખર્ચે…
સુરતના ડાયમંડ કીંગ તરીકે જાણીતા ગોવિંદભાઈ ધોળકીયા હંમેશા સેવા ઓ ના કામ મા અગ્રેસર રહે છે ત્યારે ફરી એક વખત તેવો એ પોતાના મુળ વતન પોતાનું ગામ દુધાળાને એક મોટી ભેટ આપી છે જેના કારણે હાલ લોકો આ કાર્ય ને ખુબ વખાણી રહ્યા છે.
જો આ અંગે વાત કરવા મા આવે તો ગોવિંદભાઈ ધોળકીયા અને તેમના પરિવાર દ્વારા ચાલતી કંપની શ્રી રામ ક્રિષ્ણ એક્સપોર્ટ્સ નામની હીરાનું ઉત્પાદન કરતી કંપની છે અને હાલ તેઓ અમરેલી જીલ્લાના દૂધાળા ગામ માટે સોલાર સિસ્ટમ લગાવવાનુ કાર્ય કરવા મા આવ્યુ છે. જેમા અંદાજિત ગામના લગભગ 850 પરિવાર હવે સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વિજળીનો ઉપયોગ કરશે. આ પ્રોજેક્ટ નો સંપૂર્ણ ખર્ચ ગોવિંદભાઈ અને તેમની કંપની દ્વારા ઉઠાવવામા આવ્યો છે.
દુધાળા ગામની વાત કરવા મા આવે તો દેશ નુ પ્રથમ એવું ગામ હશે કે જે વીજળી બાબતે સંપૂર્ણપણે આત્મનિર્ભર હશે, કારણકે અહીં સરકારની કોઈ પણ પ્રકારની સબસિડી વિના વીજળી ઉત્પન્ન થઈ શકશે. આ પ્રોજેક્ટ મા બે કરોડ રુપીઆ જેટલા ખર્ચ કરવા મા આવ્યો છે જેમા મકાન અને દુકાન અને અન્ય ઈમારતો સહીત કુલ 300 સ્થળોએ સોલર પેનલ ઈન્સ્ટોલ કરવામાં આવી છે જેની વિજળી ઉત્પન્ન કરવા ની ક્ષમતા 276.5KW છે. આ સોલર પેનલના ઉત્પાદક અને પ્લાન્ટ ડેવલોપર ગોલ્ડી સોલર સાથે મળીને શ્રી રામ કૃષ્ણા નોલેજ ફાઉન્ડેશન(SRKKF) દ્વારા આ પ્રોજેક્ટને પાર પાડવામાં આવ્યો છે.
જ્યારે આ અંગે વધુ મા જાણાવા મળ્યુ હતુ કે ગયા વર્ષે ગોવિંદભાઈ ધોળકીયા ને લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવ્યા પછી તેમને નવજીવન મળ્યુ હતું અને ઘણા ખુશ હતા અને તેવો સમાજ માટે કાઈક કરવા માંગતા હતા જ્યારે પોતાના પરીવાર પાસે વિવિધ સુજાવ માંગવા મા આવ્યા અને આ નિર્ણય લેવા મા આવ્યો હતો.
ગામના સરપંચ ગિતા સેઠિયા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને માધ્યમ થી જણાવ્યુ હતુ કે, ગામના પ્રત્યેક ઘરમાં હવે સોલર પાવર પ્લાન્ટ છે. આ એક અદ્દભુત પહેલ છે અને તેની અસર ગામના વિકાસ પર લાંબા ગાળે જોવા મળશે.