ગોવિંદ ધોળકિયાને નવુ જીવન મળ્યા બાદ કિરણ હોસ્પીટલને 1 કરોડ-સ્ટાફને 30 લાખ આપ્યા
સુરત ના હીરા ઉદ્યોગ નુ મોટુ નામ ગોવિંદભાઈ ધોળકીયા ને કોણ નથી ઓળખતું તેવો એ તાજેતર મા જ રામ મંદિર ના નિર્માણ માટે 11 કરોડ નુ દાન આપ્યુ હતુ. રામમંદિર નિર્માણ માટે જે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેવો અનેક જગ્યા પર દાન આપવા માટે જાણીતા છે ત્યારે તેવો ને એક શિક્ષીકા મહીલાના લીધે નવુ જીવન મળ્યુ હતુ.
ગોવિંદભાઈ ધોળકીયા નુ લીવર 2018 થી ખરાબ હોવાનુ જાણવા મળ્યુ હતુ. અને બે મહીના પહેલા કમળો થતા લીવર મા તકલીફ મા વધારો થયો હતો. તે માટે તબીબો એ તેમના લીવર બદવાનુ સુચન આપ્યુ હતુ પરંતુ તે માટે તેમના લીવર સાથે મેચ થાય તેવા દાતા ની જરુર હતી. ત્યારે વલસાડ ના શિક્ષીકા રંજનબેન દ્વારા આ લીવર મળ્યુ હતુ.
વલસાડ ના શિક્ષીકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડા ગત 20 સપ્ટેમ્બર ધરમપુર ચોકડી પાસે એક ગંભીર અકસ્માત નો ભોગ બન્યા હતા જેમા તેમને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી અને માથા ના ભાગે ફ્રેકચર, લોઈ ના ગઠ્ઠા જામી ગયા હતા જેનુ નીદાન પણ થુ હતુ પરંતુ આખરે ત્રણ દિવસ અગાવ રંજનબેન ને બ્રેન ડેડ જાહેર કરવામા આવ્યા હતા જયાર બાદ રંજનબેન ચાવડા ના પરીવારજનો એ તેમના અંગો નુ દાન કરવાનોછે નિર્ણય લીધો હતો.
જેમા પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી કરાતા સુરતમાં તેના માટે સર્જરી કરાઈ હતી. આ સર્જરી સુરત ની કિરણ હોસ્પીટલ મા થઈ હતી અને સર્જરી અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાએ આ ઓપરેશન કર્યું હતું.
લીવર ટ્રાન્સપ્લાન્ટનુ સફળતા પુર્વક ઑપરેશન થયા બાદ ગોવિંદ ધોળકીયા હૉસ્પિટલના પ્રમુખ તરીકે એક કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે જ્યારે તમામ 1500 કર્મચારીઓ વચ્ચે 30 લાખ રૂપિયા આપ્યા છે. આ અંગે હોસ્પીટલ ના ટ્રસ્ટી મથુરભાઈ એ જણાવ્યું હતુ કે ગોવિંદભાઈ પ્રમુખ છે અને લીવર ટ્રાન્સપ્લાન્ટનો વિભાગ ચાલુ થયો છે ત્યારે પ્રથમ લીવર ગોવિંદભાઈ નુ જ ટ્રાન્સપ્લાન્ટ થયુ છે.
ગોવિદં ધોળકિયાને આજે રજા આપવામાં આવતા તેમણે કહ્યું કે હું આજે ખૂબ ખુશ છે. કિરણમાં વર્લ્ડ લેવલની તમામ સુવિધાઓ છે. ડૉક્ટર મિત્રોથી લઈને સમગ્ર સ્ટાફને ધન્યવાદ આપુ છું. સુરત શહેર ગુજરાતને આ સુવિધા મળી તેનો હું સુખદ અનુભવ કરી રહ્યો છું
