Gujarat

ગોવિંદભાઈ પટેલના જન્મ દિવસ અનોખી રીતે ઉજવણી કરવા મા આવી ! ગરીબ બાળકો નુ સપનુ પુરુ કરવા 22 લક્ષરીયસ કાર…..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ધનવાન વ્યક્તિઓ પોતાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતા હોય છે, પરંતુ રાજકોટ શહેરમાં એક અદ્દભુત ઉજવણી જોવા મળી છે. તમને જાણીને આશ્ચય થશે કે, ગોવિંદભાઈ પટેલના જન્મ દિવસ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ! ગરીબ બાળકોનું સપનુ પુરુ કરવા એવું કર્યું કે, તમે જાણીને નવાઇ લાગશે. ચાલો અમે આપને જણાવીએ કે, કઈ રીતે ગોવિંદભાઇ પટેલ પોતાના જન્મદિવસની ઉજવણી કરી.

વાત જાણે એમ છે કે, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસની તેમના સમર્થકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટ શહેરના ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયાએ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જન્મદિવસ યાદગાર બનાવવા માટે
ગરીબ બાળકોને મોંઘાદાટ ગાડીઓમાં મુસાફરી કરાવી હતી. નવાઈની વાત એ છે કે આ કાફલામાં 22 જેટલી લક્ઝુરીયસ કાર રાખવામાં આવી હતી.

આ કાળી કાર રાખવા પાછળનું કારણ એ હતું કે, બ્લેક કલરની લક્ઝુરીયસ કારમાં ફરવું એ દરેકની ઈચ્છા હોય છે. આપણે એ વાત જાણીએ છે કે, સામાન્ય રીતે વીઆઈપી લોકો વીઆઈપી કારના કાફલા સાથે શહેરમાં ફરતા હોય છે. ત્યારે તેમને જોઈને ગરીબ બાળકોને પણ આવી વીઆઈપી કારમાં ફરવાનું મન થતું હોય છે. જે લોકોનું સપનું સાકાર થતું નથી. આથી રાજકોટ શહેરના ધારાસભ્યના જન્મદિવસ પર ગરીબ બાળકો પણ વીઆઈપી કાફલા સાથે ફરી શકે તે માટે શહેરના ઉદ્યોગપતિએ સ્લમ વિસ્તારના બાળકોને વીઆઈપી કારમાં સફર કરાવી હતી.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ફ્લેગ ઓફ આપી રવાના કર્યો હતો. આ લક્ઝુરીય કારમાં ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિતની કારનો સમાવેશ કરાયો હતો તેમજ કાર યાત્રા પૂર્ણ થયા બાદમાં ધારાસભ્યની હાજરીમાં કેક કટિંગ કરાયું હતું અને બાળકોને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા.

એટલું જ નહીં અંતમાં તમામ બાળકોને સુંદર ભેટ પણ આપવામાં આવી હતી. આમ પણ કહેવાય છે ને કે, બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ જ પુણ્યનું કાર્ય છે, ગોવિંદ ભાઈ પટેલ જે કાર્ય કરી બતાવ્યું એ ખૂબ જ સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!