Gujarat

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! પબ-જી ગેમ માટે થઈ ને પુત્ર એ માતા નો જ જીવ લઈ લીધો, ઘટના જાણી હચમચી જશો

PUBG રમત એટલી ખરાબ છે કે તેના કારણે ભૂતકાળમાં પણ ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યા છે, તેમાં બાળકોએ ચોરી પણ કરી છે તથા બાળકો ગાન્ડા પણ થઈ ગયા છે, આમ તેવોજ એક કિસ્સો પબજી ન રમવા દેવાને કારણે બન્યો હતો. આ સમગ્ર કિસ્સામાં 16 વર્ષના એક છોકરાએ પોતાની માતા ની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, અને માતાની હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી તે માતા ની પાસે જ બેસી રહ્યો હતો. અને પોતાની માતાની હત્યા કર્યા બાદ તેને દસ વર્ષની બહેનને પણ ધમકાવીને રાખી હતી અને તેને કીધું હતું કે તારે કોઈની સાથે વાત કરવાની નથી અને કોઈને કંઈ જ જણાવવાનું નથી. આમ ત્રણ દિવસ થઇ જતા એમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઇ ગઇ હતી. ત્યારબાદ તેને આર્મીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે તેને પોતાની માતાની હત્યા કરી નાંખી છે. આમ જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને થઈ ત્યારે તેમણે પોલીસને કહ્યું હતું અને ત્યાર બાદ મંગળવારે રાત્રે પોલીસે તે મૃત માતાના શબને બહાર કાઢ્યો હતો.

લખનઉની પીજીઆઈ વિસ્તારમાં યમુના પુરમ કોલોનીમાં વારાણસી ના રહેવાસી નવીન કુમાર સિંહ જે તેનામાં જુનિયર કમિશન્ડ અધિકારીની ફરજ બજાવે છે અને અત્યારે તેમનું પોસ્ટમાં પશ્ચિમ બંગાળમાં છે તેમનું ઘર આ વિસ્તારમાં છે અને તેમના પત્ની સાધનાબેન તથા તેમના પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા. તેમના પુત્ર એ જ્યારે મંગળવારે રાત્રે વિડીયો કોલ કરીને કહ્યું હતું કે તેને પોતાના માતાની હત્યા કરી નાંખી છે. આમ જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ તેમના પિતાને થઈ ત્યારે તેમને પોતાના નજીકમાં રહેતા સગા સંબંધીને ફોન કરીને તેમના ઘરે મોકલ્યા હતા.

જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે ADCP કાશિમ આબ્દીના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર મોબાઈલમાં ગેમ રમ્યા કરતો હતો, અને તેને PUBG રમવાની પણ ટેવ હતી, આમ જ્યારે તેમની માતાએ તેને ગેમ રમતો અટકાવ્યો હતો ત્યારે શનિવારથી જ તે પોતાની માતા ઉપર ખૂબ જ નારાજ હતો. આમ લગભગ બે વાગ્યાની આસપાસ જ્યારે સાધના બહેન ઉંઘમાં હતા ત્યારે તેને પોતાના માળિયામાંથી પિતાની બંદૂક બહાર કાઢીને માતાની હત્યા કરી નાખી હતી, અને ત્યારબાદ તેને પોતાની બહેનને પણ ડરાવી ધમકાવીને ઘરમાં બેસાડી રાખી હતી.

જ્યારે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી ત્યારે તેઓ તે જગ્યા ઉપર પહોંચી ગયા હતા, અને જ્યારે તેઓ અંદર પહોંચ્યા ત્યારે તેમને ખૂબ જ ગંધ આવી રહી હતી. તેની માટે તેમને નાક ઉપર રૂમાલ રાખીને અંદર જવું પડ્યું હતું. આ ભાઈની બીકના કારણે નાની બહેન જે દસ વરસની હતી કે લાશ ની પાસે જ રહેતી હતી, અને આમ જ્યારે પોલીસ અંદર દાખલ દાખલ થઇ અને તેમને જોયું કે આખો મૃતદેહ સડી ગયો હતો, અને તેના કારણે જ તેમના માતા ની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ હતી. જ્યારે પોલીસ રૂમમાં પહોંચી ત્યારે નાની છોકરી ખૂબ જ ડરેલી દેખાતી હતી તેના પરથી માહિતી મળી શકે કે આ નાની બહેન ની સામે જ પુત્ર એ પોતાની માતાની હત્યા કરી નાખી હશે. અને તેને એટલી ડરાવી-ધમકાવી હશે તેથી જ તે પોતાની માતાને લાશની પાસે જ રહી હતી.

ત્રણ દિવસ સુધી પુત્રે કોઈને કંઈ જણાવ્યું નહીં પરંતુ જ્યારે લાશ સડી ગઈ અને તેમાંથી ગંધ આવવા લાગી ત્યારે પુત્રએ પોતાના પિતાને વિડીયો કોલ કરીને જણાવ્યું હતું, અને કહ્યું હતું કે તેને પોતાની માતાની હત્યા કરી નાખી છે. આમ સમગ્ર જાણ પિતાને થઈ ત્યારે તેમણે પોલીસને કર્યો હતો અને પોલીસ તથા તેમના સગાસંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમને મૃત દેહની બાજુમાં જ લાયસન્સવાળી પિસ્તોલ જોવા મળી, અને સંપૂર્ણ પિસ્તોલ મેગેઝિન પડેલું હતું, અને તેનાથી જ અનુમાન લગાવવામાં આવે છે કે પુત્ર એ મેગેઝિનની તમામ માથા ઉપર ચડાવી દીધી હતી. સંપૂર્ણ લાશ સડી ગઇ હોવાના કારણે શરીર ઉપર કઈ જગ્યાએ ગોળી મારી તે જોઈ શકાતું ન હતું. અને ત્યારે પોલીસે પુત્રની પૂછપરછ કરી ત્યારે તેને માતા ને કેટલી ગોળી મારી તેની પણ કોઈ જ માહિતી આપી ન હતી.

ઓક્ટોબર મહિનામાં તેમના પુત્રનો જન્મ દિવસ આવતો હોવાથી તેની બર્થ ડે ઉજવવાની વાત ચાલી રહી હતી, આમ એ જ દિવસે માતા એ પિતાને એવી ફરિયાદ કરી હતી જેના લીધે બંને માટે ખૂબ જ ઝઘડો થયો હતો. અને ત્યાર પછી સાધના સતત પોતાના પુત્રને હેરાન-પરેશાન કર્યા કરતી હતી. આમ સમગ્ર ઘટના થઈ તેના બે દિવસ પહેલા જ ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરવાનો આરોપ પણ સાધના એ પોતાના પુત્ર ઉપર લગાવ્યો હતો. અને તેના કારણે જ પુત્રને ખૂબ જ માર્યો હતો આમ તે દિવસથી જ પુત્રને પોતાની માતાને મારી નાખવા માટેનો પ્લાન બનાવી દીધો હતો.

સમગ્ર ઘટનાની તપાસ કરતા પોલીસનું કહેવું છે કે પુત્ર એ પોતાના માતાની કોઈ આદતથી ખૂબ જ નફરત હતી, અને તેને ઘણી વખત પોતાના પિતાને ફરિયાદ પણ કરી હતી. પરંતુ તેમ છતા તેમની માતા માં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. પોતાની માતાની આ બધી આદતથી કંટાળી ને પુત્રે એક વર્ષ પહેલા ઘર પણ છોડી દીધું હતું. જોકે આ આદત શું હતી તેની કોઇ જ માહિતી પોલીસને મળી ન હતી. સમગ્ર ઘટના જાણ્યા બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઇ લીધો છે, અને દસ વર્ષની દીકરીને નવીનના ભાઈના ઘરે આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!