આ રક્ષાબંધને ભાઈ ધ્રુવ ગ્રીષ્માને આ ખાસ ભેટ આપવાનો હતો ! ધૃવની આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી આજે પણ ગ્રીષ્મા ને યાદ કરીને..
આજે દેશ મા ભાઈ અને બેહેન નો અનોખો પર્વ એટલે રક્ષાબંધન છે ત્યારે સમગ્ર રાજ્ય મા ઉજવણી થઈ રહી છે સુરતમાં ગ્રીષ્મા વેકરિયાનો ભાઈ બહેન પાસેથી રાખડી બંધાવવાથી વંચિત રહી ગયો છે. થોડા મહીના અગાવ જ ગ્રીષ્મા ની હત્યા તેના જ પરીવાર ની સામે થઇ હતી ત્યારે આજે પણ આ પરીવાર ગ્રીષ્મા ની યાદો ને ભુલ્યો નથી અને આજે પણ પરીવાર ના સભ્યો યાદ કરે છે ત્યારે આંખો ભરાઈ આવે છે.

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતાં જજે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

જયારે આજે ભાઈ બહેન નો તહેવાર હોવાથી ભાઈ ધૃવે બહેન ગ્રીષ્મા ને યાદ કરતા જણાવ્યુ હતુ કે પરિવારમાં 11 જેટલી પિતરાઈ બહેનો છે. જો ગ્રીષ્મા ક્યાંય ગઈ હોય તો તે આવ્યા બાદ જ પહેલા તેની પાસે રાખડી બંધાવતો પછી અન્ય પિતરાઈ બહેનો પાસે રાખડી બંધાવતો હતો.
જ્યારે ગત વર્ષે ગ્રીષ્મા એ ભાઈ ધૃવ ને રાખડી બાંધી હતી ત્યારે ધૃવે ગ્રીષ્માને તેની પ્રિય રાધા-કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી. અને તેને ખુબ જ પસંદ આવી હતી અને ખુશ થઈ હતી ત્યારે આવતા વર્ષ એટલે કે આ વર્ષે ઘડીયાળ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ભાઈ ની આ ઈચ્છા પુરી નોહતી થઇ અને એ પહેલા ગ્રીષ્મા દુનીયા માથી જતી રહી હતી.
આ ઉપરાંત પરિવારે ગ્રીષ્મા ની યાદો વાગોળતા જણાવ્યુ હતુ કે ગ્રીષ્મા રક્ષાબંધન ના આગલે દીલસે મિઠાઈ સહીત અનેક બાનગી બનવાની હતી અને ધૃવ માટે ખાસ તેની પ્રીય વાનગી બનાવતી.
