ફેનીલને ફાસીની સજા બાદ પણ ગ્રીષ્મા ના ભાઈ નુ દર્દ છલકાયું ! વિડીઓ શેર કરી ને એવુ લખ્યુ કે વાંચી ને…
આખરે ગ્રીષ્માની આત્માને શાંતિ મળી હશે, જ્યારે કોર્ટે ફેનીલને ફાંસીની સજા આપી છે. ખરેખર ગ્રીષ્મા સાથે ઘટેલી એ ઘટના આજે પણ કોઈની નજરો સમક્ષ આવી જાય. આ ઘટના એવી છે કે જે ક્યારેય નાં ભૂલી શકાય પરતું કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ સાથેની યાદો એવી હોય છે જે જીવનનું સંભારણું બની રહેતું હોય છે. ગ્રીષ્મા આ દુનિયા છોડીને ચાલી ગઈ પરતું તેમની યાદો જીવનભર તેમના પરિવાર સાથે રહેશે.
હાલમાં જ ચાર પાંચ દિવસ પહેલા ગ્રીષ્માની શ્રદ્ધાજંલી સભામાં ગ્રીષ્માની બહેન એ લાડકી દીકરી સોંગ ગાઈને સૌકોઈની ચોધારે આંસુ એ રોડાવ્યા હતા અને એ પળ ખૂબ જ દુઃખદાયી અને કરું હતી. હવે આ ઘટના બાદ ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં સૌ કોઈને હદયને સ્પર્શી ગયો છે. ગ્રીષ્માની તસવીરો જોઈ તો પણ એ દીકરી નજર સમક્ષ આવી જાય છે.
કોર્ટે આખરે ફેનિલને ફાંસીની સજા આપ્યા બાદ ગ્રીષ્માના ભાઈ ધ્રુવે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા થઈ…એક જ વાર મરશે, પરંતુ પરિવાર રોજ પુત્રીની યાદમાં આંસુઓ સાથે ઝૂરશે. ખરેખર આ વાત સાચી છે. આરોપી ને ફાંસી મળ્યા પછી શું ગ્રીષ્માની મોતનું દુઃખ પરિવારનાં હદયમાં ઓછું થશે?
બહેનને યાદ કરીને ભાઈ ધ્રુવ વેકરિયાએ સોશિયલ મીડિયામાં ગ્રીષ્માની યાદમાં વીડિયો શેર કર્યો છે, જેમાં તેરી લાડકી મૈં.. ગીત પર ગ્રીષ્મા સાથેની ભાઈ, માતા-પિતા અને પિતરાઈ ભાઈ-બહેનોની તસવીરો વીડિયોમાં એડ કરી છે. આ સાથે એક હૃદયદ્રાવક મેસેજ પણ લખ્યો છે. જે સૌ કોઈના હદયને સ્પર્શી ગયો. જે ભાઈનાં હાથમાં ગ્રીષ્માએ રાખડી બાંધી હતી એ ભાઈનાં હાથે બહેનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. એ તમામ પળો એવી છે કે, જીવનના અંત સુધી યાદ રહેશે.
