ગ્રીષ્માના પિતા દરેક માતા પિતાને એક સલાહ આપી અને બસ એક વાતનો અફસોસ કરી રહ્યા છે ગ્રીષ્મા….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી જે રીતે એક પછી એક હત્યાના બનાવો રાજ્યમાં ઘટી રહ્યાં છે તેને લઇને સૌ કોઈ ચિંતિત છે વળી લોકોમાં દુઃખની સાથો સાથ રોષની ભાવના પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલા ધંધુકામાં કિશન ભરવાડ અને તે બાદ સુરતમાં ગ્રીષ્માં ની જે રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે તેના કારણે સૌ કોઈ દુઃખમાં છે અને જલ્દી થી જલ્દી ગ્રીષ્માંના હત્યારા ફેનિલને આકરી સજા મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં અનેક લોકો આ બનાવને લઈને પોતાનું પ્રતિક્રિયા આપી ચુક્યા છે તેવામાં હવે ગ્રીષ્માં ના પિતા દ્વારા દીકરીની હત્યાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ એક ગ્રીષ્માં ના પિતા પરિવારથી દૂર આફ્રિકામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા છે અને પુત્રીની હત્યા સમયે પણ તેઓ હાજર ન હતા તેમને પરિવારમાં કોઈની હાલત ખરાબ છે તેવું કહીને ભારત બોલાવવામાં આવ્યા હતા અને આવ્યા બાદ તેમને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તેવામાં પુત્રીના વિયોગમાં પિતાની હાલત ઘણી જ ખરાબ છે.
હાલમાં ગ્રીષ્માંની હત્યા ને લઈને તેમણે નિવેદન આપ્યું કે પોતે હીરાની કંપનીમાં જોડાયેલા છે અને કંપનીના કામથી જ 7 મહિના પહેલા તેઓ આફ્રિકા ગયા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓ રોજ ગ્રીષ્માં સાથે વિડિઓ કોલ માં વાત કરતા. ગ્રીષ્માં ના પિતાએ જણાવ્યું કે પુત્રીની ઈચ્છા PSI બનવાની હતી આ માટે તેણે ઘણી મહેનત પણ કરી અને NCC ના 2 વર્ષનો ક્લાસ કર્યો ઉપરાંત કરાટે પણ તેણે શીખેલા છે.
હાલમાં ગ્રીષ્માં ના પિતાને એક જ વાતનો શોક છે કે પુત્રી કરાટે જાણતી હોવા છતાં પણ પોતાને બચાવી ન શકી. જો કે એક બાબત એ પણ છે કે ફેનિલ દ્વારા પહેલા કાકા અને ત્યાર બાદ ગ્રીષ્માં ના ભાઈ ધ્રુવ પર હુમલો કરવામાં આવ્યો અને તે બાદ ફેનિલે ગ્રીષ્માંને પણ પકડી લીધી આ ઘટનાને કારણે કદાચ ગ્રીષ્માં ડરી ગઈ હશે અને કદાચ આ કારણે તે પોતાને બચાવી ન શકી.
જો કે લોકો દ્વારા વિડિઓ બનાવનાર અને આસ પાસ જોવા મળતા લોકોને લઈને પણ ઘણી વાતો કરવામાં આવે છે તેને લઈને પણ ગ્રીષ્માંના પિતાએ જણાવ્યું કે તેઓ સોસાયટીના પાંચ વર્ષ પ્રમુખ રહ્યા છે અને અહીં રહેતો મોટા ભાગ નો વર્ગ હીરાના કાર્ય સાથે જોડાયેલ છે. તેવામાં જો સોસાયટી નો કોઈ પણ પુરુષ હાજર હોત તો ગ્રીષ્માં ને અવસ્ય બચાવી લેવામાં આવી હોત. આસ પાસ જોવા મળતા લોકો બહારના છે તેવું પણ જાણવા મળ્યું.
આ ઉપરાંત ગ્રીષ્માં ના પિતા દ્વારા દિકરીની રક્ષા માટે નવા કાયદા બને તેવી પણ માંગ કરવામાં આવી તેમના માટે અમુક દિકરીઓ આબરૂ ના ડરે અને પિતાની ઇજજત ન જાય ઉપરાંત પોતાના લગ્ન સમયે લોકો કેવી નજરે જોશે વગેરે બાબતને લઇને અમુક દીકરીઓ આવી ઘટના અંગે કોઈને પણ કહી શક્તિ નથી જો કે આ ખોટું છે અને આવા ગુંડા તત્વોને સજા મેળવી જરૂરી છે. ઉપરાંત ગ્રીષ્માં ના પિતાએ છોકરાવના માતા પિતાને પણ સલાહ આપી કે તેમનો સંતાન ક્યાં જાય છે ? કોની સાથે છે ? કેવા લોકો સાથે મિત્રતા રાખે છે તેવી મીઠી નજર પણ રાખવી જોઈએ. જેના કારણે આવી ઘટનાઓ ફરી વખત ન બને.
