ગ્રીષ્મા ની માતા એ આરોપી ફેનીલ ગોયાણી માટે કાગળ મા એવુ લખ્યુ કે વાંચી ને સૌ કોઈ ને આંખ મા આસુ આવી ગયા…
ગુજરાતને હચમચાવી દેનાર ગ્રીષ્મા હત્યા કેસના લીધે સૌ કોઈ ગુજરાતીઓના હદય કંપી ઉઠી ગયા હતા. સમાજના દરેક લોકોએ એક થઈને સરકાર પાસે ફેનીલને આકારમાં આકરી સજા થાય એવી માંગ ઉઠી હતી. સૌ કોઈ ગ્રીષ્માને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા પરંતુ સમય જેમ વીતી ગયો તેમ લોકો પણ ગ્રીષ્માને ભૂલી ગયા પરતું તેમના પરિવારજનો તો એક આશ રાખીને બેઠા છે કે, તેમની દીકરીની હત્યા કરનાર ફેનીલ ને સજા મળે.
હાલમા જ ગ્રીષ્માની માતા એ પોતાની વેદના લખી છે, જેમાં તેમણે ફેનીલને શું સજા મળવી જોઈએ તે અંગે લખ્યું છે. કોર્ટે 12 ફેબ્રુઆરીએજાહેર કરાયેલી ગ્રીષ્મા ની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણી મેં કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને પૂછયું કે ‘ તમારે કંઇ કહેવુ છે, તમને શા માટે મૃત્યુદંડ આપવામાં નહીં આવે.’ તમે નિ:સહાય યુવતીની હત્યા નહીં પણ વધ કર્યો છે, તો શા માાટે આ કોર્ટ કલમ દ્વારા તમારો વધ નહીં કરે’
આ અંગે ફેનીલ ચૂપ જ રહ્યો હતો, પણ પસ્તાવાનો ભાવ ન હતો. ગ્રીષ્માના પરિજનોએ ભીની આંખે કોર્ટ પ્રોસિજર જોઈ હતી બીજા દિવસે સજા આપવાની હતી પરંતુ બીજા દિવસે ફેનીલ વકીલ હાજર ન થતા તારીખ બદલવામાં આવી અને બસ ત્યાર થી લઈને સતત ફેનીલને સજા આપવાની તારીખ લંબાવવામાં આવી રહી છે. હવે ફેનીલને કોર્ટે શું સજા આપશે એ તો આપણે રાહ જોવાની રહી પરતું હાલમાં જ ગ્રીષ્માની માતા એ પોતાની દીકરીનાં હત્યારાને શું સજા મળવી જોઈએ તે કહ્યું.
ગ્રીષ્માની માતા એ ભીની આંખે સફેદ કાગળ પર લખ્યું કે, મારી દિરકીના હત્યારને ફાંસી જ થવી જોઈએ. ખરેખર આ વાત સત્ય પણ છે કારણ કે, જે રીતે ફેનીલ એ ગ્રીષ્માની હત્યા કરી એવો બનાવ તો આજ સુધી ગુજરાતમાં બન્યો જ નથી. હવે જોવાનું એ રહ્યું કે, આખરે ગુજરાતનું ન્યાયતંત્ર ફેનીલને આજીવનકેદની સજા આપે છે કે, પછી ફાંસી! તમને શુ લાગે છે, ફેનીલને કંઈ સજા મળવી જોઈએ?