Gujarat

આ વ્યક્તિએ કોર્ટમાં જુબાની આપતા જ ફેનિલને પરસેવો વળી ગયો અને કોર્ટ મા જ પડી ગયો! બાદ મા એવી વસ્તુ ખાવા માંગી કે

સુરત ની ચકચારી ઘટના ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ ને 25 દિવસ થી વધુ દિવસો વિતી ગયા છે ત્યારે હાલ કોર્ટ મા અનેક સાક્ષીઓની જુબાની લેવામા આવી રહી છે ત્યારે આજે ગ્રીષ્મા ના કાકાની પણ આજે જુબાની લેવામા આવી હતી. આપને જણાવી દઈએ કે આ ઘટના નો ભોગ ગ્રીષ્મા ના કાકા પણ બન્યા હતા.

ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ ની કેસની વાત કરવામા આવે તો સુરત કોર્ટ મા આ કેસ ચાલી રહ્યો છે. જેમા ભોગ બનનાર ગ્રીષ્મા ના કાકા સુભાષભાઇને પણ હતા જેમને પેટના ભાગ ચપ્પુના ઘા વાગ્યા હતા જયારે આજે તેવો 18 દિવસ ની સારવાર બાદ સુભાષભાઇ કોર્ટ મા જુબાની આપવા હાજર થયા હતા. સુભાષભાઇને વ્હીલચેર મારફતે જિલ્લા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તેઓની જુબાની લીધી હતી.

સુભાષભાઇએ કોર્ટમાં જ વ્હીલચેર ઉપર બેઠાબેઠા પોતાની જુબાની આપી હતી અને કોર્ટને જણાવ્યું કે, “હું ઘરની બહાર ગયો ત્યારે બુમાબુમ થતી હતી, ફેનિલે મારા પેટના ભાગે હુમલો કર્યો હતો, બાદમાં ગ્રીષ્મા ઘરની બહાર આવતા તેને પકડી લેવાઇ હતી અને સરાજાહેર બધાની વચ્ચે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં 108ની ટીમ આવી જતા દોડાદોડી થઇ ગઇ હતી, 108ની ટીમ મને હોસ્પિટલ લઇ ગઇ હતી અને ગ્રીષ્માને પણ લઇ ગઇ હતી.” જ્યારે ફેનિલ તરફે હાજર વકીલ ઝમીર શેખએ સુભાષભાઇની ઉલટ તપાસ કરી હતી.

જ્યારે સુભાષભાઈ ની જુબાની લેવામા આવી રહી હતી ત્યારે અચાનક જ ફેનીલ ગોયાણી નીચે પડી ગયો હતો. જયાર બાદ તેને 108 ની મારફતે સુરત ની નવી સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતો. જયા માનસીક રોગ ના તબીબે તપાસ કરી હતી અને જરુરી લાગતી સારવાર પણ કરી હતી જ્યાર બાદ ફરી કોર્ટ મા લાવવા મા આવ્યો હતો જયા કોર્ટની પાસે લાડુ ખાવાની પરવાનગી માંગી હતી પરંતુ કોર્ટે તેની માંગણી રદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!