Gujarat

ચાલુ પ્રોગામમાં જીગ્નેશ કવિરાજ ગ્રીષ્માને યાદ કરીને રડી પડ્યા, ગાયું એવું ગીતને ત્યાં હાજર સૌકોઈ ની આંખો…

ગ્રીષ્માને હત્યા એ આખા ગુજરાતની આંખોમાં આંસુઓ લાવી દીધા હતા. હાલમાં આપણી આંખોના આંસુઓ સુકાઈ ગયા હશે પરતું તેમનાં પરિવારની આંખોમાં હજું સુધી આંસુઓ નથી સુકાયા હોય. આપણે જાણીએ છે કે, ગ્રીષ્માની હત્યાની ઘટના બાદ અનેક ગુજરાતી કલાકારો તેને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા. સૌ કોઈ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. ત્યારે હાલમાં જ કવિરાજનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઈને તમારી આંખમાં આંસુઓ આવી હશે.

ત્યારે હાલ સુરતમાં ગ્રીષ્માની હત્યાથી આખું ગુજરાત હીબકે ચઢ્યું હતું. લોકો ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી માંગણી કરી રહયા છે. ત્યારે એક ડાયરામાં પ્રોગ્રામમાં જીગ્નેશ કવિરાજે પણ ગ્રીષ્માને યાદ કરી હતી અને દીકરીને યાદ કરતાની સાથે જ તેમની આંખો નમઃ થઈ ગઈ હતી.આ વિડ્યો જ્યારે તમે પણ જોશો ત્યારે ભાવુક દ્ર્શ્ય જોઈને તમારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગશે.

તેમને ચાલુ પ્રોગ્રામમાં ગ્રીષ્માને યાદ કરીને ને ગીતો ગયા હતા. આ ગીતોના બોલ જ એવા હતા કે ડાયરા આવેલા લોકોની આંખો ભીની થઇ ગઈ હતી. જીગ્નેશ કવિરાજે ગ્રીષ્મા માટે “રૂંવે રૂઘીયુ અને રૂંવે આંખડી રે લોલ” અને “કાળજા કેરો કટકો” આ બે ગીતો ગ્રીષ્મા માટે ગાયા હતા.

આ સાંભળીને બધા જ લોકો ખુબજ ભાવુક થઇ ગયા હતા અને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જીગ્નેશ કવિરાજે આ ગીતો ગાઈને ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી તેમના આવજે લોકોને રડાવી દીધા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેમની પર ફૂલોનો વરસાદ કરી દીધો હતો. આજે ગુજરાતના દરેક લોકો ગ્રીષ્મા માટે ન્યાયની માંગણી કરી રહયા છે. તે દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે. ખરેખર આ ઘટના જે ગ્રીષ્મા સાથે બની એવી ભવિષ્યમાં કોઈ દીકરી સાથે ન બને તે માટે ફેનીલને એવી સજા આપવામાં આવે કે, કોઈપણ યુવક આવું કામ ન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!