ગ્રીષ્મા પટેલ નો વધુ એક વિડીઓ વાયરલ! ભાઈ સાથે ખીલખીલાટ હસી રહી છે , વિડીઓ જોઈ ભાઉક થઈ જશો
ગ્રીષ્માની હત્યા એ સુરતવાસીઓ માટે તેમજ ગુજરાતનાં તમામ લોકો માટે ખૂબ જ કરુણ દાયક છે, જે ક્યારેય ન ભૂલી શકાય એવી છે. ગ્રીષ્માને આપણે ભલે ભૂલી ગયા પરતું તેમના પરિવાર માટે ગ્રીષ્મા જીવનના અંત સુધી સાથે જ રહેશે. આજે ભલે તેમના પરિવારની સાથે ગ્રીષ્મા નથી પરંતુ તેની તમામ યાદો તેમના પરિવારજનોની સાથે જ છે. જીવનમાં જ્યારે વ્યક્તિ છોડીને ચાલ્યા જાય છે, ત્યારે બસ તેમની સાથે વિતાવેલી દરેક પળ જીવનનું એક સુખદ સંભારણું બની જાય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં ગ્રીષ્માનો એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો કોઈપણ વ્યક્તિની આંખમાં આંસુઓ લાવી દે એવો છે. આ વીડિયોમાં ગ્રીષ્માએ પોતાના પરિવાર જનો અને મિત્રો સાથે વિતાવેલી દરેક પળની તસ્વીરો અને વીડિયો કલીપ છે. આ વીડિયો કલીપ જોતાની સાથે જ તમારા હદયને સ્પર્શી જશે. ખરેખર આ વીડિયો જોઈને એક વિચાર તો જરૂર આવે કે, ફેનીલનો જીવ કેમ ચાલ્યો હશે તેને કંઈ પણ વિચાર્યા વગર ક્રુરતા પૂર્વક તેની હત્યા કરી નાખી.
આ વીડિયો જ્યારે જોશો તો તમને લાગશે કે, ગ્રીષ્મા ની હત્યા થઈ જ નથી, જાને એ આપણી વચ્ચે જ છે. ખરેખર આ વિડીયોના વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે. એકવાર આ વીડિયો તમે જોશો ત્યારે તમને જાતે જ અનુભવ થઈ જશે કે, ફેનીલ જે પણ કર્યું એ ખૂબ જ ખરાબ કર્યું છે, જો તે પ્રેમ કરતો હોત તો આવી રીતે ગ્રીષ્માનું જીવન ન છિનવી લેત. પ્રેમ એ ત્યાગનું પ્રતીક છે.
હાલમાં તો ફેનીલને હાઇકોર્ટે દોષિત જાહેર કરેલ છે, પરતું હાલમાં ફેનીલને શું સજા મળવી જોઈએ તે અંગે કોર્ટમાં દલીલ ચાલી રહી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે ફેનીલને આજીવન કેદ આપવામાં આવશે કે, ફાંસી! કોર્ટે જ્યારે ફેનીલને પૂછ્યું કે તમે ક્રુરતાપૂર્વક એક નિર્દોષની હત્યા કરી છે, તો કોર્ટ કલમ થી તમારી હત્યા ન કરી શકે! ત્યારે આ શબ્દો સાંભળીને પણ ફેનીલ ચૂપ જ રહ્યો અને તેને હજુ પણ કોઈપણ જાતનો અફસોસ જ નથી.